સ્વચ્છતા ત્યાં પ્રભુતા” વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઇ મોદીના આહવાન ને ઝિલી લેવા ગુજરાત પ્રતિબદ્ધ

સ્વચ્છતા ત્યાં પ્રભુતા” વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઇ મોદીના આહવાન ને ઝિલી લેવા ગુજરાત પ્રતિબદ્ધ
Spread the love

“સ્વચ્છતા ત્યાં પ્રભુતા”
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઇ મોદીના આહવાન ને ઝિલી લેવા ગુજરાત પ્રતિબદ્ધ

રાજ્યના નાના મોટા તમામ ધાર્મિક સ્થળોને સ્વચ્છ અને સુઘડ બનાવવા તા. ૧૪/૦૧/૨૦૨૪ થી તા.૨૨/૦૧/ ૨૦૨૪ દરમ્યાન જન અભિયાન યોજાશે

મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ ગાંધીનગર નજીક ના ધોળેશ્વર મહાદેવ મંદિરના સ્વચ્છતા સફાઈ અભિયાન માં સહભાગી થશે

અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો પવિત્ર અવસર આગામી તા.૨૨મી જાન્યુઆરીના રોજ યોજાવાનો છે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આ પવિત્ર ઉત્સવ ના સંદર્ભમાં તા.૧૪/૦૧/ ૨૦૨૪ થી તા.૨૨/૦૧/
૨૦૨૪ સુધી દેશભરના તમામ નાના મોટા ધર્મસ્થાનોની સ્વચ્છતા સફાઈ માટે સાર્વત્રિક રીતે સફાઈ અભિયાન હાથ ધરવાનું દેશવાસીઓને આહવાન કર્યું છે.
ગુજરાત વડાપ્રધાનશ્રી ના આ આહવાનને ઝિલી લેવા પ્રતિબદ્ધ છે.
તદનુસાર રાજ્યના નાના મોટા તમામ ધાર્મિક સ્થળોને સ્વચ્છ અને સુઘડ બનાવવા તા. ૧૪/૦૧/૨૦૨૪ થી તા.૨૨/૦૧/ ૨૦૨૪ દરમ્યાન સફાઈ અભિયાન નું જન આદોલન હાથ ધરાશે.

મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ આ રાજ્યવ્યાપી અભિયાન માં આવતી કાલે રવિવાર, ૧૪ જાન્યુઆરી ,મકર સંક્રાંતિ ના દિવસે સવારે ૯ વાગ્યે ગાંધીનગર નજીક ના ધોળેશ્વર મહાદેવ મંદિરમાં સામૂહિક સફાઈ દ્વારા સહભાગી થશે.

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

IMG-20240112-WA0013.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!