તા.૧૫ જાન્યુઆરીએ રાજુલાના માંડલ ખાતે PM-JANMAN કાર્યક્રમ યોજાશે
PM-JANMAN અભિયાન ૨૦૨૪
તા.૧૫ જાન્યુઆરીએ રાજુલાના માંડલ ખાતે PM-JANMAN કાર્યક્રમ યોજાશે
જિલ્લાના આદિમ જૂથ એવા સીદી લોકોને વિવિઘ યોજનાકીય સહાયથી લાભાન્વિત કરવામાં આવશે
પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી આદિમ જૂથના લાભાર્થીઓ સાથે વર્ચ્યુઅલ સંવાદ કરશે
ભારત સરકાર દ્વારા આદિમ જૂથોના સર્વાંગી વિકાસ માટે પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય અભિયાનનો (PM-JANMAN) દેશવ્યાપી શુભારંભ
અમરેલી : સમગ્ર ભારતમાં આદિમ જૂથોના સર્વાંગી વિકાસ માટે
ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય અભિયાન (PM-JANMAN) અમલમાં મૂકવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત જનજાતિ આદિમ જૂથના લોકોને વિવિધ યોજનાકીય સહાય – લાભો પહોંચાડવાની નેમ છે. વર્ષ-૨૦૧૧ની જનગણના પ્રમાણે ભારતમાં ૭૦૦ થી વધારે આદિવાસી જાતિઓ છે. જેમાંથી ૭૫ જેટલી જાતિ આદિમજૂથમાં સમાવિષ્ટ છે. ગુજરાત રાજયમાં (૧) કાથોડી (૨) કોટવાલીયા (૩) પઢાર (૪) સીદ્દી (૫) કોલધાનો એમ ૫ આદિમજૂથ જાતિઓ સમાવિષ્ટ છે. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા તા.૧૫ નવેમ્બર, ૨૦૨૩(જનજાતિય ગૌરવ દિવસ)ના દિવસે આ મિશન લોન્ચ કરવામાં આવ્યું હતુ.
અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના માંડલ ખાતે તા.૧૫ જાન્યુઆરી,૨૦૨૪ને સોમવારના રોજ PM-JANMAN કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં જિલ્લામાં વસવાટ કરતાં આદિમજૂથ એવા સીદી લોકોને વિવિધ યોજનાઓના લાભો આપવામાં આવશે. રાજુલા તાલુકાના માંડલ અને મોરંગી ગામના ૧૩૪ લાભાર્થીઓના આધારકાર્ડ માટે જરુરી કાર્યવાહી કરવામાં આવી છે. તમામ લાભાર્થીઓને પ્રઘાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (NFSA)નો લાભ આપવામાં આવે છે. પી.એમ.કિસાન યોજનાનો લાભ પણ તેમના સુધી પહોંચાડવામાં આવી રહ્યો છે. પી.એમ. જનમન કાર્યક્રમ અંતર્ગત ઉપરોકત લાભાર્થીઓને તા.૧૫/૦૧/૨૦૨૪ ના રોજ માંડલ પ્રાથમિક શાળા ખાતે પ્રધાનમંત્રીશ્રીના લાઇવ પ્રસારણનો કાર્યક્રમ યોજાશે. ૧૫ લાભાર્થીઓને યોજનાના લાભોનું પ્રતીકાત્મક વિતરણ કરવામાં આવશે. અમરેલી જિલ્લા ખાતે આદિમજૂથ (PVTG)-સીદ્દીની ૨૪૨ જેટલી વસ્તી હોવાનું ધ્યાને આવ્યું છે. જે અંતર્ગત ૨૫ જેટલી વિવિધ યોજનાઓનો વિવિધ વિભાગો દ્વારા સર્વે કરવામાં આવ્યો અને જોગવાઈઓ મુજબ લાભો આપવામાં આવ્યા છે.
PM-JANMAN કાર્યક્રમ અંતર્ગત જનજાતિ આદિમજૂથના લાભાર્થીઓને આધારકાર્ડ, પી.એમ. ગરીબ કલ્યાણ અન્ન યોજના ( NFSA), પી.એમ.ઉજ્જવલા યોજના, પી.એમ. કિસાન યોજના,કિસાન ક્રેડિટ કાર્ડ યોજના, પી.એમ. વિશ્વકર્મા યોજના, પી.એમ.જન-ઘન યોજના (વીમા યોજના), સુકન્યા સમૃધ્ધિ યોજના, માતૃ વંદના યોજના, સુરક્ષિત માતૃત્વ અભિયાન જેવી વિવિધ યોજનાકીય સહાય અને લાભનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300