લીમડી નજીક બિલવાણી ગામ મા સહસ્ત્રચંડી મહાયજ્ઞ નુ ભવ્ય આયોજન

લીમડી નજીક બિલવાણી ગામ મા સહસ્ત્રચંડી મહાયજ્ઞ નુ ભવ્ય આયોજન
Spread the love

લીમડી નજીક બિલવાણી ગામ મા સહસ્ત્રચંડી મહાયજ્ઞ નુ ભવ્ય આયોજન

રાષ્ટકલ્યાણ અને રામ મંદિર નિર્માણ હેતુ સહસ્ત્રચંડી મહાયજ્ઞ નુ ભવ્ય આયોજન

સહસ્ત્રચંડી મહાયજ્ઞ મા દાહોદ જીલ્લા માથી 51 જોડા યજ્ઞ મા બેસશે

મહાયજ્ઞ મા ખાસ બનારસ,ઈન્દોર,થી 21 જેટલા મહાનવિદ્વાન પંડિતો દ્વારા પુજા હવન કરાવાશે

દેશભર માથી સંતો મહંતો પધારશે

ખાસ કરી ને 4 એકર જગ્યા મા આ મહાયજ્ઞ નુ આયોજન કરવામા આવ્યુ છે

દાહોદ : દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના લીમડી ગામ નજીક બિલવાણી ખાતે પ્રવર્તમાન સંજોગો અને ખાસ કરીને ભારત વર્ષમાં સુખ શાંતિ સમૃદ્ધિ સાથે લોક કલ્યાણ શ્રી રામ મંદિર નિર્માણ હેતુ એકાદશ કુંડીય સહસ્ત્રચંડી મહાયજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું છે તારીખ 16 મી જાન્યુઆરી થી 21મી જાન્યુઆરી દરમિયાન આ યજ્ઞ મા ગ્રહો અને નક્ષત્ર પ્રમાણે 11 જેટલા યજ્ઞ કુંડબનાવવામાં આવેલ છે.જેમા સવાર ના 10:00 કલાક થી બપોર ના 3:00 કલાક સુધી યજ્ઞ મા દરરોજ 51 જેટલા જોડા (યજમાન) તરીકે બિરાજમાન થનાર છે

બિલવાણી ગામે યજ્ઞ ની શરૂઆત મા 1001 દુર્ગા સપ્તસતી પાઠથી કરવામા આવ્યુ છે. આ જગ્યામાં ખાસ બનારસ ઇન્દોર થી પધારેલ 21 જેટલા પંડિતો દ્વારા પૂજા હવન કરાવનાર છે આ યજ્ઞમાં આચાર્ય પદ વેદ પાઠી વિધાન બ્રાહ્મણ શ્રી પ્રવીણ પુરોહિતજી ઉજ્જૈનના ના સાનીધ્યમા મહાયજ્ઞ યોજાશે. આ મહાયજ્ઞ મા ખાસ કરીને દેશભર માથી સંતો,મહંતો,મંડલેશ્ર્વર, મહામંડલેશ્વર ના મહાનુભાવો પણ પધારનાર છે

આ છ દિવસ ના મહાયજ્ઞ માં ગુજરાત સરકારના મંત્રીશ્રીઓ ધારાસભ્ય સાંસદ શ્રી વગેરે પણ ઉપસ્થિત રહેનાર છે. શાસ્ત્ર અને ધર્મગ્રંથોના નિર્દેશ મુજબ ચાર એકર જમીનમાં યજ્ઞશાળા બનાવવામાં આવી છે જેમાં મંદિર,ગૌશાળા,સંતફૂટીર, ભોજનશાળા વગેરેનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે દરરોજ મોટી સંખ્યામાં આસપાસ ના ગામ ના તેમજ જીલ્લાભર માથી લોકો ભાગ લેનાર છે

આ મહાયજ્ઞમાં પ્રથમ દિવસે પ્રાયશ્ચીત કર્મ,દસ વીધીસ્નાન, શોભાયાત્રા ,મંડપ પ્રવેશ તથા મંડળ સ્થાપના યોજાશે જયારે બિજા દીવસે અગ્નિસ્થાપના ,મંડળ પુજન,સગ્રહમખ,દુર્ગા સપત્મી પાઠહવન તેમજ સાંજે મહા આરતી કરવામા આવશે

ત્રીજા દિવસે મંડળ પુજન , સંગ્રામક દુર્ગા સપ્તશતી પાઠ દ્વારા હવન તથા મંડલ આહુતિ તેમજ સાંજે 7:00 કલાકે મહા આરતી તેમજ ભજન સંધ્યા રાત્રે 8 વાગ્યાથી શરૂ કરવામાં આવશે તેમજ ચોથા દિવસે મંડળ પૂજન સંગ્રહ્મક ,લલિતા સહસ્ત્ર નામાવલી ,દ્વારા હવન તથા દુર્ગા સપ્તમી પાઠ દ્વારા હવન સાંજે 7:00 વાગે મહા આરતી તેમજ રાત્રે ડાયરો વિજય ગઢવી કલાકાર દ્વારા આયોજિત કરવામાં આવ્યું છે પાંચમા દિવસના દિવસે મંડળ પૂજન, સગ્રહમખ દુર્ગાસપ્તશતી પાઠ દ્વારા હવન તથા મંડળ આહુતિ સાંજે 7:00 વાગે મહા આરતી તેમજ તે દિવસે સૌભાગ્યવતી અને કન્યા પૂજન નું પણ આયોજન કરવામાં આવ્યું છે તેમ જ રાત્રી દરમિયાન સુંદરકાંડ નુ પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે છઠ્ઠા દિવસના અંતે પૂર્ણાહુતિ, મંડળ પૂજન ગ્રહશાંતિ હવન 10 દીકપાલ,બલી ક્ષેત્રપાલ ,બલિપ્રધાન વસોધારા તથા મહાઆરતી કર્યા બાદ પૂર્ણાહુતિ કરવામાં આવશે
તેમજ સમગ્ર કાર્યક્રમ મા ધર્મ જાગૃત ચેતના ગ્રુપ અને આયોજક મુકશભાઈ લબાના(ખચ્ચર)દ્વારા દાહોદ જીલ્લા ની જનતા ને કાર્યક્રમ નો લાભ લેવા અનુરોધ કર્યો છે

રિપોર્ટ :દિપક રાવલ દાહોદ

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

IMG-20240115-WA0077-1.jpg IMG-20240115-WA0076-2.jpg IMG-20240115-WA0075-0.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!