શિક્ષક દેવો ભવ

શિક્ષક દેવો ભવ
Spread the love

“શિક્ષક દેવો ભવ:”

શિક્ષકનું માન અને ગૌરવ વધારવા માટે શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત અને રોટરી ક્લબ ઓફ સુરત ઇસ્ટનો આ કાયમી પ્રોજેક્ટ છે. દર અઠવાડિયે એક સારસ્વત શિક્ષકનું સન્માન કરી વિદ્યાર્થીઓ, વાલીશ્રીઓ અને શિક્ષક જગતમાં સારા વિચારોનું વાવેતર કરવાનો પ્રયાસ થશે. બદલાયેલા વાતાવરણમાં સારા નાગરિકોનું ઘડતર ખુબ જરૂરી છે. બાળકોમાં વધતી આત્મહત્યા, ડ્રગ્સનું વ્યસન કે ટપોરીવેડા જેવા વર્તન ચિંતાજનક છે. ત્યારે આ યુવાધનને માત્ર શિક્ષક જ બચાવી શકે તેમ છે. અને શિક્ષક બાળક કે વાલીને કશું કહી શકતો નથી એટલે તે પણ, નિરાશ અને નિષ્ક્રિય હોય તેવું લાગે છે. વાલી અને શિક્ષકો વચ્ચે પરસ્પર માન અને વિશ્વાસભર્યો સબંધો કેળવાય તેવા ઉમદા વિચારથી “શિક્ષકને માન આપો” અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.

શિક્ષક દેવો ભવ: પ્રવૃતિના ભાગરૂપે આજે પુણાગામ ખાતે શ્રી બાપા સીતારામ પ્રાથમિક શાળા ક્રમાંક-300 સુરતના શિક્ષક શ્રી પ્રાગજીભાઈ કોરાટને તેમની શાળાના બાળકો સમક્ષ સન્માનિત કરી એવોર્ડ અર્પણ કરેલ છે. આ પ્રસંગે રોટરી ક્લબ ઓફ સુરત ઈસ્ટ ના પ્રેસિડેન્ટ વિજયભાઈ માંગુકિયા જણાવ્યું કે વિદ્યાર્થી-શિક્ષક વચ્ચે લાગણી અને સન્માનીય સબંધોની જરૂર છે. રાષ્ટ્રની તમામ સમસ્યાઓનો ઉકેલ વર્ગખંડ માંથી નીકળશે એટલે વિદ્યાર્થીઓ અને વાલીઓ સુધી વ્યાપકપણે આ વિચાર પહોંચે તે માટે બંને સંસ્થાઓ સંયુક્તક્રમે દર અઠવાડિયે કોઈ એક શાળાના સન્માનીય શિક્ષકને શાળાએ રૂબરૂ જઈ સન્માનિત કરીશું. “શિક્ષક દેવો ભવ:” પ્રોજેક્ટના આજના આ કાર્યક્રમ માં રોટરી પ્રેસિડેન્ટ વિજયભાઈ માંગુકિયા અને સેક્રેટરી કલ્પેશ બલર તેમજ શ્રી સૌરાષ્ટ્ર પટેલ સમાજ માથી મનુભાઈ ગોંડલીયા તથા રોટરી કલબ ઓફ સૂરત ઇસ્ટ ના પાસ્ટ પ્રેસિડેન્ટ ડો. પ્રફુલભાઈ શિરોયા તથા મંથ લીડર ચિંતન પટેલ તથા પ્રોજેક્ટ ચેરમેન શ્રી રસિકભાઈ સાવલિયા તથા કો-ચેરમેન શ્રી પંકજ ભાઈ તથા મયુરભાઈ રામોલિયા તથા કિરીટભાઈ વાંકળી તથા રીનેશભાઈ ભીમાણી તથા રમેશ સાવલિયા તથા મુકેશભાઈ કાનાણી તથા ભાર્ગવ કથીરીયા તેમજ મોટી સંખ્યામાં રોટેરિયન મિત્રોએ ઉપસ્થિત રહી શ્રી પ્રાગજીભાઈ કોરાટ નુ સન્માન કરી એવોર્ડ અર્પણ કર્યો હતો

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

IMG-20240115-WA0082-0.jpg IMG-20240115-WA0081-1.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!