વણકર સમાજ ટ્રસ્ટ ખંભાળિયા આયોજિત પાચમાં સમૂહ લગ્નમાં આયોજક

મહેશ્વરી મેઘવાર વણકર સમાજ ટ્રસ્ટ ખંભાળિયા આયોજિત પાચમાં સમૂહ લગ્નમાં આયોજક અને પ્રમુખ દેવાભાઇ ડગરાને સન્માનિત કરતા સલાયા શહેર ભાજપ મહામંત્રી લાલજીભાઈ ભૂવા
આજરોજ ખંભાળિયા મુકામે સમસ્ત મહેશ્વરી મેધવાર વણકર સમાજ દ્વારા આયોજિત પાચમાં સમૂહ લગ્નમાં આજરોજ હાજરી આપી હતી.અને 13 નવ દંપતીને શુભકામનાઓ આપી હતી.તેમજ આવા સુંદર આયોજન બદલ સમસ્ત સમાજને અભિનંદન પાઠવ્યા હતા. આ તકે પ્રમુખ શ્રી દેવાભાઇ ડગરાને સલાયા શહેર ભાજપ મહામંત્રી શ્રી લાલજીભાઈ ભૂવાએ શાલ ઓઢાડી સન્માનીત કર્યા હતા. આ તકે સલાયા શહેર ભાજપ ના પૂર્વ પ્રમુખ અરવિંદભાઈ ભટ્ટ,ખંભાળિયા નગર પાલિકા સદસ્ય રવિરજસિંહ જાડેજા,ભાજપ અગ્રણી ભરતભાઈ ચાવડા,સલાયા ના માતંગ અગ્રણી સવજીભાઈ માતંગ હાજર રહ્યા હતા.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300