બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટી ખાતે કોલેજ કક્ષાની ગુજરાત સાંસ્કૃતિક વકતૃત્વ સ્પર્ધા યોજાય

બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટી ખાતે કોલેજ કક્ષાની ગુજરાત સાંસ્કૃતિક વકતૃત્વ સ્પર્ધા અને રાષ્ટ્રીય યુવા દિનની ઉજવણી
ત્રણેય વિદ્યા શાખાઓના પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક મેળવનાર વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને રોકડ પુરસ્કાર અપાયું
નર્મદા જિલ્લાના રાજપીપલા ખાતેની બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટી સંચાલિત વિદ્યાશાખાઓ સ્કૂલ ઓફ આર્ટ્સ, સ્કૂલ ઓફ કોમર્સ અને સ્કૂલ ઓફ સાયન્સના રાષ્ટ્રીય સેવા યોજના (NSS) વિભાગોના સંયુક્ત ઉપક્રમે ઉચ્ચ શિક્ષણ નિયામક કચેરી તેમજ સેવ કલ્ચર સેવ ભારત ફાઉન્ડેશનની પ્રેરણાથી કોલેજ કક્ષાની ગુજરાત સાંસ્કૃતિક વકતૃત્વ સ્પર્ધા અને સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતિ જેને રાષ્ટ્રીય યુવા દિન તરીકે પણ મનાવવામાં આવે છે તેની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમ પ્રસંગે સ્કૂલ ઓફ આર્ટ્સ અને સાયન્સના આચાર્ય ડૉ. દિગ્વિજય સિંહ રાણા તેમજ અન્ય શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.
સમગ્ર કાર્યક્રમ યુનિવર્સિટી NSS પ્રોગ્રામ કૉ-ઓર્ડીનેટર ડૉ. અમિતકુમાર ધોળકિયા અને ત્રણેય વિદ્યાશાખાઓના પ્રોગ્રામ ઓફિસર દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો. જેમાં 27 જેટલા વિદ્યાર્થીઓએ મિશન સ્વચ્છ સાયબર ભારત, ચારિત્ર્ય નિર્માણથી રાષ્ટ્રનિર્માણ, શીલ સંસ્કૃતિ અને સદાચાર રક્ષા, વર્તમાન સમયની અનિવાર્યતા મૂલ્ય શિક્ષણ અને રાષ્ટ્રીય સેવા યોજના એક ભારત શ્રેષ્ઠ ભારત જેવા વિષયો પર ખૂબ સુંદર વક્તવ્ય રજૂ કર્યું હતું. આ સ્પર્ધાના નિર્ણાયક તરીકે ગુજરાતી વિભાગના ડૉ. ભરતકુમાર પરમારે સેવા આપી હતી. ત્રણેય વિદ્યા શાખાઓના પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક મેળવનાર વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને રોકડ પુરસ્કાર આપવામાં આવ્યા હતા. ક્રમાંક પ્રાપ્ત કરેલ વિદ્યાર્થીઓને યુનિવર્સિટી કક્ષાની વકતૃત્વ સ્પર્ધામાં ભાગ લેવા માટે વિર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી સુરત ખાતે મોકલવામાં આવશે. આ સમગ્ર કાર્યક્રમનું સંકલન પ્રોગ્રામ ઓફિસર ડૉ. દેવેન્દ્રકુમાર સોલંકી દ્વારા સુપેરે પાર પાડી કરવામાં આવ્યું હતું
રિપોર્ટ – વિપુલ ડાંગી,રાજપીપલા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300