૨૬મી જાન્યુઆરીએ રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમની સાથે દિલધડક કરતોબો સાથેનો અશ્વ શો ખાસ આકર્ષણ જમાવશે

૨૬મી જાન્યુઆરીએ રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમની સાથે દિલધડક કરતોબો સાથેનો અશ્વ શો ખાસ આકર્ષણ જમાવશે
Spread the love

૨૬મી જાન્યુઆરીએ રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમની સાથે દિલધડક કરતોબો સાથેનો અશ્વ શો ખાસ આકર્ષણ જમાવશે

 

પુરાપાટ ઝડપે દોડતા અશ્વ ઉપર ઘોડેસવારના એક હાથમાં ભાલો, મોઢામાં તલવાર અને ડાબા હાથમાં ઘોડાની લગામ અને લોખંડનો સળીયો હશે…અને એક પછી એક જમીન ઉપર રોપેલ પેગને ઉપાડશે

 

રાજ્યભરના શ્રેષ્ઠ ૨૫ પોલીસ ઘોડેસવાર થોરો, મારવાડી, કાઠીયાવાડી, સિંધી જેવા જાતવાન ઘોડાઓ લઈને જૂનાગઢ પહોંચ્યા છે

 

રાજ્યનો સૌથી સિનિયર અને વરિષ્ઠ અશ્વ ‘શૂન્ય’ અશ્વ શોમાં જોવા મળશે

 

ટેન્ટ પેગીંગનો ઇતિહાસ પણ એટલો જ રસપ્રદ

 

     ખાસ અહેવાલ : રોહિત ઉસદડ

જૂનાગઢ : રાષ્ટ્રીય પર્વ ૨૬મી જાન્યુઆરીએ રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમની સાથે દિલધડક કરતોબો સાથેનો અશ્વ શો ખાસ આકર્ષણ જમાવશે. રાજ્યભરના શ્રેષ્ઠ ૨૫ પોલીસ ઘોડેસવાર થોરો, મારવાડી, કાઠીયાવાડી, સિંધી જેવા જાતવાન ઘોડાઓ લઈને જૂનાગઢ પહોંચ્યા છે, તેઓ હાલ પ્રજાસત્તાક દિને કરવામાં આવનાર અશ્વ શોની પૂર્વ તૈયારીઓ એટલે કે રિહર્સલ કરી રહ્યા છે.

આ અશ્વ શોનું નેતૃત્વ કરી રહેલા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ.એસ. બારોટ અશ્વદળનું મહત્વ જણાવતા જણાવે છે કે, ભારતભરમાં સૌથી વધારે અશ્વનું મહેકમ ગુજરાત રાજ્ય ધરાવે છે, એટલે કે ગુજરાત પોલીસ પાસે ૭૫૮ જેટલા સૌથી વધુ અશ્વો છે. આ અશ્વોનો નાઈટ પેટ્રોલીંગ, વીવીઆઈપી બંદોબસ્ત, એસ્કોર્ટિંગ, સભા સરઘસોમાં ટ્રાફિક નિયમન, ખેત ભેલાણ, પહાડી વિસ્તારમાં સુરક્ષામાં ઉપયોગ કરવામાં આવે છે. ઉપરાંત રાજ્ય-રાષ્ટ્રીય કક્ષાની શશ્વોની અલગ અલગ સ્પર્ધામાં પણ ભાગ લે છે.

જૂનાગઢ ખાતે ૨૬મી જાન્યુઆરીએ યોજાનાર અશ્વ શોની વિગતે વાત કરતા શ્રી બારોટ જણાવે છે કે, ટ્રીપલ ટેન્ટ પેગિંગમાં ઘોડે સવાર ૧૦૦ મીટરના ટ્રેક ઉપર પુરપાટ ઝડપે દોડતા ઘોડા ઉપરથી  ભાલા, તલવાર અને સળિયા વડે એક પછી એક જમીન ઉપર રોપેલ પેગને ઉપાડશે. ઘોડે સવારના એક હાથમાં ભાલો મોઢામાં તલવાર અને ડાબા હાથમાં ઘોડાની લગામ અને લોખંડનો સળીયો હશે. ઈન્ડિયન ફાઈલ નામના કરતબમાં એક સાથે ૩ ઘોડાઓ પૂરપાટ ઝડપે દોડતા ઘોડા ઉપર જમીન પર રોપેલ પેગને ઉપાડશે. તેવી જ રીતે ટીમ ટેન્ટ પેગિંગ કરવામાં આવશે. જમીનમાં રોપેલી આ પેગ ૪ થી ૬ સેન્ટીમીટરની હોય છે.

સ્ટેન્ડિંગ સેલ્યુટમાં પૂરપાટ ઝડપે દોડતા ઘોડા ઉપર ઉભા થઈ રાષ્ટ્રધ્વજ સાથે મંચ ઉપર બિરાજમાન મહાનુભાવોને સલામી આપશે અને શો જમ્પિંગ કોર્સમાં વારાફરતી મુકેલ ઓપ્ટિકલો એટલે કે આડશને કુદાવવામાં આવશે. આ અશ્વ શોમાં ભાગ લેનાર અશ્વો અંદાજે રૂ. ૫ લાખથી વધુની કિંમતના ઘોડાઓ છે. પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ.એસ. બારોટ રાજ્ય-રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં ૯ ગોલ્ડ સહિત કુલ ૨૧ મેડલ જીતી ચૂક્યા છે.

રાજ્યનો સૌથી સિનિયર અને વરિષ્ઠ અશ્વ શૂન્ય અશ્વ શોમાં જોવા મળશે

રાજ્યનો સૌથી સિનિયર અને વરિષ્ઠ અશ્વ ૨૬મી જાન્યુઆરીએ યોજાનાર અશ્વ શોમાં જોવા મળશે. થોરો જાતિનો આ અશ્વ હાલ ૨૪ વર્ષનો છે. સામાન્ય રીતે ઘોડાની સરેરાશ આયુષ્ય ૧૮ થી ૨૦ વર્ષની હોય છે.

૨૦૦૧ના ભુકંપ વખતે ગુજરાત રાજ્યને  જુદી જુદી મદદ મળી હતી. તેમાં પુના સ્ટડ ફાર્મ તરફથી ગુજરાત રાજ્યને ૮૯ ઘોડાઓ મળ્યા હતા. ત્યારે શૂન્યની ઉંમર એકાદ વર્ષની હતી. આ શૂન્ય નામના ઘોડાનું પાલનપોષણ કરી રહેલા પોલીસ ઈન્સપેક્ટર શ્રી બારોટને રાજ્ય-રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં અનેક વખત મેડલ મળી ચૂક્યા છે.

આ ઘોડાને જાણીતા ગઝલકાર શૂન્ય પાલનપુરીના નામ ઉપરથી શૂન્ય નામ આપવામાં આવ્યું છે. ઉપરાંત આ અશ્વ શોમાં ભાગ લઈ રહેલા અશ્વના નામ એટલા જ રસપ્રદ છે. પારસ, બ્લેક ક્વીન ગરુડ, કનૈયો, રોજી, સેન્ડ્રા હેલન, સમ્રાટ, રિદ્ધિ, પીન્કી, સમ્રાટ, વિલોજ વગેરે જેવા નામ છે.

ટેન્ટ પેગીંગનો રસપ્રદ ઇતિહાસ

રાજા મહારાજા અને અંગ્રેજોના સમયમાં એકબીજા રાજ્યો દુશ્મનના જે ટેન્ટો લાકડાની પેંગો જમીનમાં રોપીને ટેંટોમાં રોકાણ કરતા હતા. આ સમયમાં આવા ટેન્ટો અને દુશ્મનોની છાવણી ઉપર ઘોડાઓ ઉપર સવાર થઈ અશ્વો દ્વારા હુમલો કરી પેંગોને ભાલાથી ઉખાડવવામાં આવતી અને દુશ્મનોના ટેન્ટો ઉપર હુમલો કરવામાં આવતો. આમ, આ સમય પછીથી હાલમાં નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલે રમાતી અશ્વ સ્પર્ધાઓમાં આ ટેન્ટ પેપીંગ ઈવેન્ટનો સમાવેશ કરવામાં આવ્યો .છે આ ઈવેન્ટમાં પાણીદાર અને ચુનીંદા અશ્વો અને અશ્વ સવારો ભાગ લે છે.

રિપોર્ટ : અનિષ ગૌદાણા
(આસી.એડિટર)
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
સાથે વિવેક ગૌદાણા (માંગરોળ)

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!