જૂનાગઢમાં તા.૨૧મી જાન્યુઆરીએ રોજ ૩૮ કેન્દ્ર પર જીપીએસસીની વર્ગ-૨ની પરીક્ષા

જૂનાગઢમાં તા.૨૧મી જાન્યુઆરીએ રોજ ૩૮ કેન્દ્ર પર જીપીએસસીની વર્ગ-૨ની પરીક્ષા
Spread the love

જૂનાગઢમાં તા.૨૧મી જાન્યુઆરીએ રોજ ૩૮ કેન્દ્ર પર જીપીએસસીની વર્ગ-૨ની પરીક્ષા : ૯૦૯૯ ઉમેદવારો અધિકારી બનવા માટે પરીક્ષા આપશે

 

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પરીક્ષાના સુચારૂ સંચાલન માટે તમામ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરાઈ

જૂનાગઢ : જૂનાગઢ શહેરમાં તા.૨૧-૧-૨૦૨૪ના રોજ રવિવારે ૩૮ કેન્દ્રો પર જીપીએસસી દ્વારા આદિજાતિ વિકાસ અધિકારી વર્ગ-૨ ની પરીક્ષા યોજાશે. જેમાં ૯૦૯૯ જેટલા ઉમેદવારો અધિકારી બનવા માટે પરીક્ષા આપશે.

 કલેકટર શ્રી અનિલકુમાર રાણાવસિયાના માર્ગદર્શનમાં ગુજરાત જાહેર સેવા આયોગની આ પરીક્ષાની પૂર્વ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.

જીપીએસસીની આ પ્રિલિમિનરી પરીક્ષા સવારે ૧૧:૦૦ થી ૦૨:૦૦ કલાક દરમિયાન યોજાશે. ઉપરાંત તમામ પરીક્ષા કેન્દ્રો પર જરૂરી પોલીસ બંદોબસ્ત રાખવામાં આવશે. આ સાથે તમામ પરીક્ષા કેન્દ્રો સીસીટીવીથી સજજ છે.

આ પરીક્ષાના સંચાલન માટે વર્ગ -૧ અને ૨ના અધિકારીઓને આયોગના પ્રતિનિધિ અને તકેદારી અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવી છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે અને સુચારું સંચાલન માટે તમામ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે.

રિપોર્ટ : અનિષ ગૌદાણા
(આસી.એડિટર)
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
સાથે વિવેક ગૌદાણા (માંગરોળ)

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!