જૂનાગઢ : જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર શ્રી એ EVM નિદર્શન માટે LED વાનને લીલી ઝંડી આપી શુભારંભ કરાવ્યો

જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર શ્રી અનિલકુમાર રાણાવસિયાએ EVM નિદર્શન માટે LED વાનને લીલી ઝંડી આપી શુભારંભ કરાવ્યો
જૂનાગઢ જિલ્લાના નાગરિકોને મતદાન કરવા માટે પ્રેરિત કરવાની સાથે મતદાન પ્રક્રિયાની જાગૃતિ માટે ગામે ગામ ફરશે
જૂનાગઢ : જૂનાગઢ જિલ્લાના નાગરિકોને મતદાન કરવા માટે પ્રેરિત કરવા તેમજ મતદાન પ્રક્રિયાની જાગૃતિના પ્રચાર પ્રસાર માટે ડિજિટલ રથને જૂનાગઢ જિલ્લાના ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવસિયાએ લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. કલેક્ટર કચેરી ખાતેથી જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ આ રથને પ્રસ્થાન કરાવી અને ઈ.વી.એમ. અને વી.વી.પેટ મતદાન પ્રક્રિયાની જાગૃતિ માટે નિદર્શન અર્થે મૂકવામાં આવેલા ઈ.વી.એમ. ડેમોસ્ટ્રેશન સેન્ટરની મુલાકાત પણ કરી હતી.
લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ અન્વયે ઇવીએમ નિદર્શન માટે LED વાન મુખ્ય નિર્વાચન અધિકારીશ્રીની ક્ચેરી, ગાંધીનગર દ્વારા ફાળવવામાં આવેલ છે. આ વાનને ગ્રામ્ય વિસ્તારમાં ગામના ચોરા, APMC, રવિવારી-અઠવાડીક બજાર, દૂધ મંડળી, ગ્રામ પંચાયત, તહેવારવાળી જગ્યા, મેળાઓ તેમજ શહેરી વિસ્તાર માટે કોલેજ-યુનિ. કેમ્પસ, મોલ, થીયેટર, GIDC વિસ્તાર, ફૂડ મોલ, બગીચાઓ જેવા જાહેર સ્થળો ઉપરાંત વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨માં ૫૦ ટકા થી ઓછું મતદાન થયેલ હોય તેવા બુથ ખાતે ઇવીએમ નિદર્શન કરવા આજથી ઇવીએમ નિદર્શન માટેની LED વાનને જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરએ પોલીસ અધિક્ષક શ્રી હર્ષદ મહેતા, નિવાસી અધિક કલેકટર શ્રી એન.એફ. ચૌધરી, સહિતના અધિકારીઓની ઉપસ્થિતમાં લીલીઝંડી આપી શુભારંભ કરાવ્યો હતો.
જૂનાગઢ જિલ્લાની તમામ મતદારોને ઇવીએમ નિદર્શન માટેની LED VANની મુલાકાત લેવા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રીએ દ્વારા અનુરોધ કર્યો છે. આ પ્રસંગે કલેકટર કચેરી ખાતેના તમામ સરકારી કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટ : અનિષ ગૌદાણા
(આસી.એડિટર)
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
સાથે વિવેક ગૌદાણા (માંગરોળ)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300