ખુનના ગુન્હાના આરોપીને ગણતરીની કલાકોમાં ઝડપી પાડતી શાપર (વે.) પોલીસ

ખુનના ગુન્હાના આરોપીને ગણતરીની કલાકોમાં ઝડપી પાડતી શાપર (વે.) પોલીસ
શાપર (વે.) પોલીસ સ્ટેશનના ખુનના ગુન્હાના આરોપીને ગણતરીની કલાકોમાં પકડી પાડતી શાપર (વે.) પોલીસ
ગુન્હાની ટૂંક વિગત :-
શાપર (વેરાવળ) પોલીસ સ્ટેશન “એ” પાર્ટ ગુ.ર.નં.૧૧૨૧૩૦૯૧૨૪૦૦૯૧/૨૦૨૪ ઇ.પી.કો.કલમ-૩૦૨ તથા એટ્રોસીટી એક્ટ કલમ-૩(૧)(આર)(એસ), ૩(૨)(૫) તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબના ગુન્હાના કામે હકીકત એવી છે કે નીચે જણાવેલ આરોપીએ ગઇ તા.૨૯/૦૧/૨૦૨૪ ના રાત્રીના નવ વાગ્યાના અરસામાં પોતાના લેવાના બાકી નીકળતા રૂપીયા બાબતે સાહેદ તથા મરણજનાર સાથે માથાકુટ કરી જ્ઞાતી પ્રત્યે હડધુત કરી છરી વડે શરીરે જીવલેણ ઘા મારી ગંભીર ઇજા પહોંચાડી મોત નીપજાવી નાશી જતા ઉપર મુજબ ગુન્હો રજી. થયેલ છે.
ઉપરોક્ત ગુન્હાનો આરોપી ગુન્હો કર્યા બાદ નાશી ગયેલ હોય જેને પકડી પાડવા શ્રી અશોકકુમાર યાદવ સાહેબ પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ રાજકોટ તથા શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબ પોલીસ અધિક્ષક રાજકોટ ગ્રામ્ય રાજકોટ નાઓએ સુચના કરેલ હોય જેના અનુસંધાને શ્રી કે.જી.ઝાલા સાહેબ નાયબ પોલીસ અધિક્ષક ગોંડલ વિભાગ ગોંડલ તથા શ્રી બી.એલ.રોહિત સાહેબ સર્કલ પો.ઇન્સ. ગોંડલ સર્કલ નાઓના સિધા માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ શ્રી આર.કે.ગોહિલ નાઓએ અલગ અલગ ટીમો બનાવી બનાવવાળી જગ્યાના એન્ટ્રી-એક્ઝીટ પોઇન્ટના સી.સી.ટી.વી. કેમેરા તપાસી તેમજ ટેકનીકલ સોર્સ તેમજ હ્યુમન ઇન્ટેલીજન્સ આધારે તપાસ કરતા આરોપીની હકીકત મળતા તુરત જ વર્ક આઉટ કરી સર્વેલન્સ સ્ટાફને આરોપીની તપાસમાં મોકલી આરોપીને માત્ર ગણતરીના કલાકોમા પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
– પકડાયેલ આરોપી :-
(૧) યશ મનસુખભાઇ સોનાગરા રહે. રાજકોટ ન્યુ સુભાષ સોસાયટી
(૨) ચીરાગ મનસુખભાઇ સોનાગરા રહે. રાજકોટ ન્યુ સુભાષ સોસાયટી
> કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓ :-
આ કામગીરી ગોંડલ ના.પો.અધિ. સાહેબશ્રી કે.જી.ઝાલા સાહેબ તથા શાપર વેરાવળ પો.સ્ટે.ના પો.સબ.ઇન્સ શ્રી આર.કે.ગોહિલ તથા એ.એસ.આઇ. બ્રિજરાજસિંહ જાડેજા તથા વિરભદ્રસિંહ વાઘેલા તથા પો.હેડ કોન્સ. તુષારસિંહ જાડેજા તથા ક્રિપાલસિંહ રાણા તથા મહેન્દ્રભાઇ ધાધલ તથા મયુરસિંહ જાડેજા તથા મુકેશભાઈ ડાભી તથા ખીમજીભાઇ હુણ તથા ઉપેન્દ્રસિંહ ગોહિલ તથા પોલીસ કોન્સ. કુપાલભાઈ પરમાર તથા અલ્પેશભાઇ ડામસીયા તથા પીયુષભાઇ અઘેરા લગધીરસિંહ જાડેજા દ્વારા કરવામા આવેલ છે.
રિપોર્ટ : અનિષ ગૌદાણા
(આસી.એડિટર)
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
સાથે વિવેક ગૌદાણા (માંગરોળ)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300