કાંકરેજના ખોડા ગામે પ્રાકૃતિક ખેતી વિષે બેઠક મળી : અધિકારીઓએ ખેડૂતોને માહિતગાર કર્યા..

કાંકરેજના ખોડા ગામે પ્રાકૃતિક ખેતી વિષે બેઠક મળી : અધિકારીઓએ ખેડૂતોને માહિતગાર કર્યા..
Spread the love

કાંકરેજના ખોડા ગામે પ્રાકૃતિક ખેતી વિષે બેઠક મળી: અધિકારીઓએ ખેડૂતોને માહિતગાર કર્યા…


ખુબજ બહોળી સંખ્યામાં ખેડૂતો બેઠકમાં ઉપસ્થિત રહ્યા….

ખેડૂત હવે દિન પ્રતિદિન પ્રાકૃતિક અને ઓર્ગેનાઈઝ ખેતી છોડી રાસાયણિક પદ્ધતિથી ખેતી કરી રહ્યો છે જેમાં ખેડૂતોને જાગૃત કરવા માટે સરકાર દ્વારા વિવિધ ખેતીલક્ષી કાર્યક્રમો યોજી ખેડૂતોની યોગ્ય માહિતી પૂરી પાડવામાં આવે છે ત્યારે કાંકરેજ તાલુકાના ખોડા ગામે સ્પેશિયલ શાશ્વત ખેતી પ્રણાલી ના અનુસંધાને ખેડૂતના પરીક્ષણ સત્રની એક બેઠક મળી હતી જેમાં ખેડૂતોને ગાય આધારિત , પ્રાકૃતિક ખેતી, રાસાયણિક ખાતરનું નહિવત ઉપયોગ કરવો, કચરાનું ખાતર કેવી રીતે બનાવવું, આધુનિક ખેતી થી થતા લાભ અને ગેરલાભ વિષે અને સૌથી અગત્યની વાત કે નાના બાળકોને ખેતીમાં ઉપયોગ થતી દવાઓથી દૂર રાખવા, જેવી અનેક બાબતો માટે અધિકારીઓએ ખેડૂતોને માહિતગાર કર્યા હતા જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

આધુનિક યુગ ની ખેતી છોડી ઓર્ગેનાઈઝ ખેતી કરવા કિસાન સંઘના જીલ્લા પ્રચારક પ્રમુખ પ્રવીણ ભાઈ પટેલની અપીલ…..

કાંકરેજ તાલુકાના ખોડા ખાતે ખેડૂતોની મળેલ બેઠકમાં ભારતીય કિસાન સંઘનાજીલ્લા પ્રચારક પ્રમુખ પ્રવીણ ભાઈ પટેલે બેઠક દરમિયાન ખેડૂતોને આગ્રહ કર્યો હતો કે આધુનિક પ્રકારની ખેતી ટાળી ઓર્ગેનિક પદ્ધતિથી ખેતી કરવી જોઈએ જેથી તમારા બાળકોને આ ઝેર વાળું ખવડાવતા અટકાવી શકાય છે તેવું જણાવ્યું હતું

રિપોર્ટ પ્રદીપ સિંહ વાઘેલા દિયોદર બનાસકાંઠા

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!