ખેરગામના સરસીયા ખાતે તાલુકા કક્ષાની પશુપાલન શિબિર યોજાઈ .

ખેરગામના સરસીયા ખાતે તાલુકા કક્ષાની પશુપાલન શિબિર યોજાઈ .
શિબિરમાં પશુપાલન માવજત પશુ રક્ષણ સહિત પશુપાલન ની વિવિધ યોજનાઓની માહિતી તાલુકાના 200 જેટલા પશુપાલકોને પૂરી પાડી
ખેરગામ : ખેરગામ તાલુકાનું મુખ્ય મથક ખેરગામના સરસિયા દત્ત મંદિરના પટાગણમાં નવસારી જિલ્લા પંચાયત તથા પશુ દવાખાના ખેરગામ દ્વારા તાલુકાના પશુપાલકો માટે તાલુકા કક્ષાની પશુપાલન શિબિર ક્રમ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય નરેશભાઈ પટેલ જિલ્લા પંચાયતના પશુપાલન અધ્યક્ષ નિકુંજભાઈ પટેલ આરોગ્ય સમિતિના અધ્યક્ષ સુમિત્રાબેન ગરાસીયા ખેરગામ તાલુકા પંચાયતના પ્રમુખ રાજેશભાઈ પટેલ ઉપપ્રમુખ લીનાબેન પટેલ ભાજપ પ્રમુખ ચુનીભાઇ પટેલ મહામંત્રી શૈલેષભાઈ ટેલર સરપંચ ઝરણા બેન પટેલ સહિતના અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં પશુપાલકો ઉપસ્થિત રહ્યા હતા.શિબિરમાં જીલાના વિવિધ તજજ્ઞો ડૉ.એમ.સી.પટેલ, ડૉ.ડી.બી ઠાકોર, ડૉ.વી.બી ઓઝા, ડૉ.વાય.આર.પટેલ, ડૉ.બી.એલ.માહલા, ડૉ.કે.ડી.પટેલ, ડૉ.જે.એમ.બાલવાની દ્વારા
પશુપાલન માવજત પશુ આહાર પશુ રક્ષણ તેમજ પશુપાલન ની વિવિધ યોજના કે માહિતી અંગે ખેરગામ તાલુકાના 200 જેટલા પશુપાલકોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.સાથે તમામ લોકોએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીનો મન કી બાત નો કાર્યક્રમ નિહાળ્યો હતો.
રિપોર્ટ :- અંકેશ યાદવ , ખેરગામ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300