ગઢ ગામેં બાળ લગ્ન અને જાતીય સતામણી સામે રક્ષણ અંગે શિબિરનું આયોજન

ગઢ ગામેં બાળ લગ્ન અને જાતીય સતામણી સામે રક્ષણ અંગે શિબિરનું આયોજન
Spread the love

ગઢ ગામ ખાતે બાળ લગ્ન અને જાતીય સતામણી સામે રક્ષણ અંગે શિબિરનું આયોજન

શિબિમાં વિવિધ યોજનાકીય માહિતી તેમજ નશા મુકત ભારત અભિયાન અંતર્ગત સમજ અને માર્ગદર્શન અપાયું

દેડીયાપાડા તાલુકાના ગઢ ગામે આદિવાસી વિકાસ સેવા ટ્રસ્ટ, દેડીયાપાડા અને જિલ્લા બાળ સુરક્ષા એકમ, નર્મદાના સંયુક્ત ઉપક્રમે તા.૧૨ મી માર્ચના રોજ બાળ લગ્ન અધિનિયમ-૨૦૦૬ અને જાતીય સતામણી સામે રક્ષણ આપતો અધિનિયમ-૨૦૧૨ અને બાળ અધિકારો અને સમાજ સુરક્ષા કચેરીમી દિવ્યાંગકારી વિવિધ યોજનાઓ સહિત કુપોષણ અટકાવવા માટે જરૂરી પાગલા વિશે શિબિરનુ આયોજન કરવામાં આવ્યું હતું.

આ શિબિરમાં જિલ્લા બાળ સુરક્ષા અધિકારી ચેતન પરમારે બાળ લગ્ન અધિનિયમ-૨૦૦૬ અને જાતીય સતામણી સામે રક્ષણ આપતો અધિનિયમ-૨૦૧૨ અંગે વિસ્તૃત સમજ આપતા જણાવ્યું કે, દેડીયાપાડા વિસ્તારમાં બાળ લગ્નનું પ્રમાણ ઉપર આપણા દ્વારા નિયંત્રણ રાખવામાં આવે છે. તેમજ બાળકીઓને કોઈપણ પ્રકારની જાતીય હેરાનગતિ ન થાય તે માટે સૌએ પોતાના બાળકોને જાગૃત કરવા પડશે જેનાથી બાળકોનું જીવન એક સારી સારી દિશામાં ગતિશીલ બની શકે છે. ઉપરાંત મહેન્દ્રબભાઈ વસાવા દ્વારા યોજનાકીય તેમજ નશા મુકત ભારત અભિયાન અંતર્ગત સમજ અને માર્ગદર્શન આપવમાં આવ્યું હતું.કાર્યક્રમમાં આદિવાસી વિકાસ સેવા ટ્રસ્ટના પ્રમુખ રમાકાન્ત પોદ્દાર અને તેમની ટીમ, ગામના આગેવાનો, આશાવર્કર, આંગણવાડી કાર્યકર અને જિલ્લા બાળ સુરક્ષા એકમનાં કર્મચારી સહિત શાળાના વિધાર્થીઓ અને શિક્ષકગણ હાજર રહ્યાં હતાં.

રિપોર્ટ – વિપુલ ડાંગી,રાજપીપલા

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!