શ્રી બ્રહ્માનંદજી જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર જૂનાગઢ દ્રારા રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ની ઉજવણી

શ્રી બ્રહ્માનંદજી જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર જૂનાગઢ દ્રારા રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ની ઉજવણી કરવામાં આવી
જૂનાગઢ : ગુજકોસ્ટ ગુજરાત સરકાર શ્રી બ્રહ્માનંદજી જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર જૂનાગઢ ઉપક્રમે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ની ઉજવણી વિકસિત ભારત વીકસિત ગુજરાતની થીમ પર તા. ૧ લી ફેબ્રુઆરીથી તા. 3જી માર્ચ સુધી કરવામાં આવી હતી. જેમાં જૂનાગઢ જિલ્લાની ૨૮ જેટલી શાળાઓ ૩ કોલેજો પર તથા ૨ જાહેર કાર્યક્રમો કરવામાં આવ્યા હતા. જેમાં ૮૮૫૩ જેટલા વિદ્યાર્થીઓ તથા ૨૦૦૦ જેટલા કોલેજ તથા આમાં સામાન્ય લોકોએ સહિત ૧૦૮૫૩ જેટલાએ લાભ લીધો હતો. આ કાર્યક્રમમાં ફન વિથ સાયન્સ, ફન વિથ મેથ્સ, આકશ દર્શન, ઓનલાઇન ક્વીઝ, પીપીટી, ફિલ્મશો, વિજ્ઞાન મેળા, વર્કશોપ વગેરે પ્રવૃત્તિઓ કરાવવામાં આવી હતી. ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી તથા ગુજકોસ્ટ ગુજરાત સરકાર દ્વારા આ કાર્ય સંગ્રહ ગુજરાતમાં આ પ્રવૃત્તિઓ હાથધરવામાં આવી હતી. એમ કોઓર્ડીનેટર પ્રતાપસિંહ ઓરાએ અખબારી યાદીમાં જણાવેલ છે.
રિપોર્ટ : અનિષ ગૌદાણા
(આસી.એડિટર)
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
સાથે વિવેક ગૌદાણા (માંગરોળ)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300