જૂનાગઢ જિલ્લામાં બેટરી ચાલતા વાહનોના વેચાણ કરનારે લેનારની જરૂરી પ્રાથમિક વિગતો નોંધવી ફરજિયાત

જૂનાગઢ જિલ્લામાં બેટરી ચાલતા વાહનોના વેચાણ કરનારે લેનારની જરૂરી પ્રાથમિક વિગતો નોંધવી ફરજિયાત
Spread the love

જૂનાગઢ જિલ્લામાં બેટરી ચાલતા વાહનોના વેચાણ કરનારે લેનારની જરૂરી પ્રાથમિક વિગતો નોંધવી ફરજિયાત

જૂનાગઢ : ભૂતકાળમાં જાહેર જનતાની અવરજવર વધુ પ્રમાણમાં થતી હોય તેવા જાહેર સ્થળો અને જગ્યાઓ પર સાયકલ મોટરસાયકલ કે ફોર વ્હીલરમાં બોમ્બ જેવી વિસ્ફોટક સામગ્રીઓ ગોઠવીને બ્લાસ્ટ થકી ભયાવહ કૃત્ય અંજામ આપવામાં આવ્યું હોવાથી તથા ભવિષ્યમાં આ પ્રકારની ઘટનાઓની શક્યતા નકારી શકાય નહીં. તેથી જૂનાગઢ જિલ્લામાં સાયકલ તેમજ બેટરીથી ચાલતા સ્કૂટર, ઈલેક્ટ્રીક ટુ વ્હીલર, થ્રી વ્હીલર, ફોર વ્હીલર વેચનાર દુકાનો ધરાવનારા માલિકો,મેનેજરો, સંચાલકો, એજન્ટ દ્વારા આ પ્રકારના વાહનોના વેચાણ માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી એન.એફ. ચૌધરીને મળેલ સતાની રૂએ પ્રસિદ્ધ કરેલા જાહેરનામાની અમલવારી કરવાની રહેશે

આ જાહેરનામા મુજબ સાયકલ, સ્કૂટર, ઈલેક્ટ્રીક ટુ-વ્હીલર, થ્રી વ્હીલર, ફોર વ્હીલર ખરીદનારને અવશ્ય બિલ આપવું અને તેની સ્થળપ્રત કબજામાં રાખવી, વેચાણ લેનાર ગ્રાહકનું ડ્રાઇવિંગ લાઇસન્સ, પાનકાર્ડ, ચૂંટણી ઓળખ કાર્ડ, આધાર કાર્ડ, કે નોકરી કરતા હોય તો ત્યાંનું પ્રમાણપત્ર કે શૈક્ષણિક સંસ્થાનું પ્રમાણપત્ર કે સ્થાનિક અગ્રણીઓ જેવા કે મ્યુનિસિપલ કોર્પોરેટર, ધારાસભ્યશ્રી, સંસદ સભ્યશ્રી, કોઈપણ ખાતાના રાજ્યપત્રિક અધિકારીશ્રી તરફથી મેળવેલ ઓળખપત્ર, પ્રમાણપત્ર પૈકી કોઈ પણ એક વેલીડ પુરાવો ઓળખ માટે ગ્રાહક પાસેથી આવી સાઇકલય/ બેટરીથી સંચાલિત વાહન વેચાણ કરનારે મેળવવાનો રહેશે.

વેચાણ બિલમાં ખરીદનારનું પૂરુંનામ,સરનામું, સંપર્ક માટે ટેલિફોન-મોબાઈલ નંબર લખવો. વેચાણ બિલમાં સાયકલ-બેટરીથી સંચાલિત વાહનના ફ્રેમ નંબર/ચેસીસ નંબર અવશ્ય લખવા. આ જાહેરનામું તા. ૯/૫/૨૦૨૪ સુધી અમલમાં રહેશે અને તેના ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

રિપોર્ટ : અનિષ ગૌદાણા
(આસી.એડિટર)
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
સાથે વિવેક ગૌદાણા (માંગરોળ)

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!