જૂનાગઢ રોજગાર કચેરી દ્રારા તા. ૧૬ માર્ચના રોજગાર ભરતી મેળો યોજાશે

જૂનાગઢ રોજગાર કચેરી દ્રારા તા. ૧૬ માર્ચના રોજગાર ભરતી મેળો યોજાશે
જૂનાગઢ : જૂનાગઢ જિલ્લાનાં રોજગારવાંચ્છુઓને રોજગારીનો ઉમદા અવસર પ્રાપ્ય થાય તેવા હેતુસર ખાનગી ક્ષેત્રના અગ્રગણ્ય સિલ્વર કન્ઝયુમર ઇલેટ્રીકલ્સ પ્રા.લી. (સીલ્વર પંપ), બોમ્બે ઓર્થો ઇન્ડસ્ટ્રીઝ પ્રા.લી., સીનોવા ગીયર્સ એન્ડ ટ્રાંસમીશન પ્રા.લી. તથા અક્ષર એન્જીનિયર્સ એકમમાં ભરતી હેતુ ખાલી પડેલ ક્વોલિટી એન્જિનિયર, ક્યુસી./ક્યુ.એ. એન્જિનિયર, પ્રોગ્રામર, સી.એન.સી., વિ.એમ.સી., ઓપરેટર, સેટર, પ્રોગ્રામર, લાઇન ઇન્સ્પેક્ટર વિગેરે જગ્યાઓ માટે ૧૮ થી ૩૫ વર્ષની વયમર્યાદા તેમજ ખાલી જગ્યાને અનુરૂપ ડિપ્લોમા કે આઇ.ટી.આઇ. ટેકનિકલ ટ્રેડની શૈક્ષણિક લાયકાત ધરાવનાર રોજગારવાંચ્છુઓ માટે ભરતીમેળાનું આયોજન જિલ્લા રોજગાર વિનિમય કચેરી જૂનાગઢ દ્વારા નોબલ યુનિવર્સિટી કેમ્પસ, ભેસાણ રોડ, જૂનાગઢ ખાતે તા.૧૬/૦૩/૨૦૨૪ના રોજ સવારે ૧૦:૩૦કલાકે કરવામાં આવેલ છે.
પ્રસ્તુત ભરતીમેળામાં ભાગ લેવા હેતુસર રોજગારવાંચ્છુઓએ શૈક્ષણિક લાયકાતનાં પ્રમાણપત્રો તેમજ જરૂરી દસ્તાવેજો સાથે ભરતીમેળા સ્થળ પર ઉપસ્થિત થવાનું રહેશે. ભરતીમેળામાં રોજગારવાંચ્છુઓ અનુબંધમ પોર્ટલ https://anubandham.gujarat.gov.in ના માધ્યમથી પણ ભાગ લઇ શકે છે. વધુ માહિતી અને માર્ગદર્શન માટે કચેરી સમય દરમિયાન જિલ્લા રોજગાર વિનિમય કચેરી, જૂનાગઢના ટેલીફોન નંબર ૦૨૮૫-૨૬૨૦૧૩૯ પણ સંપર્ક કરવા એક અબજારી યાદીમાં જણાવાયું છે.
રિપોર્ટ : અનિષ ગૌદાણા
(આસી.એડિટર)
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
સાથે વિવેક ગૌદાણા (માંગરોળ)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300