જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં ટેકનોલોજી અને મશીનરી નિદર્શન મેળો-૨૦૨૪ની સાથે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો

ખેડૂતોએ વધતા ખેતિ ખર્ચને પહોંચીવળવા કૃષિ ક્ષેત્રે નવીન ટેકનોલોજી અપવનાવવી જરૂરી
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં ટેકનોલોજી અને મશીનરી નિદર્શન મેળો-૨૦૨૪ની સાથે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો
ભૂકંપ બાદ જમીનની સંરચના બદલાતા પાણીમાં ક્ષારનું પ્રમાણ ખૂબ વધ્યું: રાસાણિક ખેતિ અને ક્ષારયુક્ત પાણીથી જમીન સખત બની, જમીનની તંદુરસ્તી માટે પ્રાકૃતિક ખેતિ શ્રેષ્ઠ વિકલ્પ
સમય સાથે ખેતી ક્ષેત્રમાં આવતા પરિવર્તન અપનાવવા જરૂરી છે: ધારસભ્ય શ્રી સંજયભાઈ કોરડીયા
જૂનાગઢ : ખેડૂતોની મહેનત, મજૂરી અને ખેતી ખર્ચ ઘટે સાથે જ કૃષિમાં યાંત્રિકીકરણને વેગ મળે તેવા આશય સાથે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના પરિસરમાં ટેકનોલોજી અને મશીનરી નિદર્શન મેળો-૨૦૨૪નો યોજવામાં આવ્યો હતો. આ સાથે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદના માધ્યમથી ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ માટે પ્રેરિત કરવાની સાથે માર્ગદર્શિત કરાયા હતા.
અદ્યતન કૃષિ ઓજારોને પ્રદર્શિત કરતા ટેકનોલોજી અને મશીનરી નિદર્શન મેળાને ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડીયા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેન અને જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કિરીટભાઈ પટેલે ખુલ્લો મૂક્યો હતો. આ કાર્યક્રમમાં ખેડૂતોએ વધતા ખેતિ ખર્ચને પહોંચીવળવા માટે કૃષિ ક્ષેત્રે નવીન ટેકનોલોજી અપનાવવોના સૂર ઉઠ્યો હતો.
આ પ્રસંગે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ શ્રી વી. પી. ચોવટીયાએ કૃષિ ક્ષેત્રે આવેલા નવા આયામોની અપનાવાની હિમાયત કરતા જણાવ્યું કે, ખેતી ખર્ચ વધવાથી ખેડૂતોને ઉત્પાદન પરવડતું નથી. આ માટે ખેડૂતોએ નવીન ટેકનોલોજી ખેતી ક્ષેત્રે અપનાવી જરૂરી છે. તેમણે કહ્યું કે જમીનની તંદુરસ્તી માટે પ્રાકૃતિક ખેતી શ્રેષ્ઠ વિકલ્પ છે. ૨૦૦૧માં આવેલા ભૂકંપ બાદ જમીનની સંરચના બદલાય છે. જમીનના નીચેના તળના પાણી ઉપલા તળના પાણી સાથે મિશ્ર થઈ ગયા છે. જેના પરિણામે પાણીમાં ક્ષારનું પ્રમાણ ખૂબ વધ્યું છે. એક એકર જમીનમાં એક પિયત આપવાથી અંદાજે ૩૨૫ કિલો ક્ષાર ઠલવાય છે. પરિણામે જમીન ખૂબ સખત થતી જાય છે. જમીનમાં સલ્ફર, મેગેનીઝ, લોહતત્વ, કોપર વગેરે જેવા તત્વોની પણ ઉણપ થતી જાય છે. જમીનનો ઓર્ગેનિક કાર્બન પણ ઘટતો જાય છે. વરસાદી પાણી પણ જમીનમાં ઉતરવાને બદલે વહી જાય છે. ત્યારે પ્રાકૃતિક ખેતિ અપનાવવી જરૂરી બની જાય છે.
ભારત પાસે દુનિયાનો ૨.૫ ટકા જમીન વિસ્તાર છે અને ૧૭ ટકા જેટલી વસ્તી છે. ૨.૫ ટકાના દરે ભારતની વસ્તી પણ વધી રહી છે અને તેટલા દરે ખાદ્યન્ન ઉત્પાદન ઉત્પાદન થઈ રહ્યું છે. તે જાળવવવું ખૂબ જરૂરી છે. તેમ પણ શ્રી પી.વી. ચોટીયાએ જણાવ્યું હતું.
ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડીયાએ જણાવ્યું કે, સમય સાથે ખેતી ક્ષેત્રમાં આવતા પરિવર્તન અપનાવવા જરૂરી છે, બીબાઢાળ ખેતી પદ્ધતિથી દૂર રહી ખેતી ખર્ચ ઘટે તે માટે નવીન ટેકનોલોજી પણ અપનાવવી પડશે. ધોરીયા પદ્ધતિથી પિયત આપવાને બદલે ટપક પદ્ધતિથી ખેતી કરવામાં આવે તો પાણીની બચતની સાથે ઉત્પાદન પણ વધે છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ડ્રોન વડે પણ દવાના છંટકાવ કરવા માટે ડ્રોન દીદી યોજના પણ શરૂ કરાઈ છે. તેમણે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના ખેડૂતોની પ્રગતિ અને ઉત્થાન માટેના પ્રયત્નોને પણ બિરદાવ્યા હતા. દેશની નારી શક્તિ દરેક ક્ષેત્રમાં આગળ વધે તે માટેનું કામ પ્રધાનમંત્રીશ્રીના નેતૃત્વમાં થઈ રહ્યું છે. તેમ પણ ધારાસભ્યશ્રીએ ઉમેર્યું હતું.
આ પ્રસંગે સંશોધન નિયામક ડો. આર.બી માદરીયા, વિસ્તરણ શિક્ષણ નિયામક ડો.એન. બી. જાદવ, જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી વિક્રમસિંહ ચૌહાણ, પ્રોજેક્ટ ડાયરેક્ટર-આત્મા શ્રી દિપક રાઠોડે પ્રાસંગિક સંબોધન કર્યું હતું. ઉપરાંત શ્રી પી.જે. ગોહેલે પ્રાકૃતિક કૃષિ સંદર્ભે વિસ્તૃત સમજ આપી હતી.
આ પ્રસંગે આચાર્ય અને ડીન પી.એમ. ચૌહાણે શાબ્દિક સ્વાગત અને સંશોધન ઈજનેર ડો. એચ.ડી. રાંકે આભારવિધિ કરી હતી.
ભારતીય કૃષિ અનુસંધાન પરિષદની પ્રેરણાથી જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની ઇજનેરી અને ટેકનોલોજી મહાવિદ્યાલય હેઠળના ઓલ ઇન્ડિયા કો-ઓર્ડીનેટેડ રિસર્ચ પ્રોજેક્ટ તેમજ આત્મા પ્રોજેક્ટ ગુજરાત, આઈ. એસ.એ.ઈ. ગુજરાત ચેપ્ટર-જૂનાગઢ તથા તીર્થ એગ્રો ટેકનોલોજીના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ પ્રદર્શન અને પરિસંવાદમાં ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતોએ લાભ મેળવ્યો હતો.
રિપોર્ટ : અનિષ ગૌદાણા
(આસી.એડિટર)
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
સાથે વિવેક ગૌદાણા (માંગરોળ)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300