લોકસભાની ચૂંટણીની આચારસંહિતાના અમલ અંગે કલેકટરના સ્થાને બેઠક યોજાય

લોકસભાની ચૂંટણીની આચારસંહિતાના અમલ અંગે કલેકટરના સ્થાને બેઠક યોજાય
Spread the love

દેશમાં આગામી યોજાનાર લોકસભાની ચૂંટણીની આચારસંહિતાના અમલ અંગે કલેકટરના સ્થાને બેઠક

આગામી લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ને ધ્યાનમાં લઈને જિલ્લા ચૂંટણી અધિકારી અને નર્મદા જિલ્લા કલેકટર શ્વેતા તેવતિયાની અધ્યક્ષતામાં કલેકટર કચેરીના સભાખંડ ખાતે બેઠક યોજાઇ હતી. જેમાં વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા કલેક્ટરએ જણાવ્યું હતું કે, લોકસભા સામાન્ય ચૂંટણીની જાહેરાત થાય અને તારીખ નક્કી થાય ત્યારથી જ આદર્શ આચારસંહિતાનો અમલ કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.

આ બેઠક વેળાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી જિજ્ઞા દલાલે ભારતના ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીની જાહેરાત થયેથી જિલ્લામાં આદર્શ આચાર સંહિતાની અમલવારી અંગે ધ્યાને લેવાની મહત્વની બાબતો અંગે વિસ્તૃતમાં જાણકારી આપી હતી. જેમાં ખાસ કરીને સરકારી અને જાહેર મિલકતો ઉપર કોઈપણ પ્રકારના પોસ્ટર્સ કે જાહેર ખબર લાગેલી હોય તેને હટાવવાની રહેશે તેમજ વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણને લઈને ધ્યાનમાં લેવાની બાબતો, કચેરીઓમાં સ્ટાફની ભરતી સંબંધિત બાબતો સહિત MCMC- આદર્શ આચાર સંહિતની અમલવારી થાય તે સુનિશ્ચિત કરવા અંગે જિલ્લા ચૂંટણી અધિકારીએ સૌ અમલીકરણ અધિકારીઓને જરૂરી સૂચનો કર્યાં હતાં.ઉક્ત બેઠકમાં ઈન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક તેમજ MCMC ના નોડલ અધિકારી જે.કે.જાદવ, નિવાસી અધિક કલેક્ટર સી.કે.ઉંધાડ, નાયબ વન સંરક્ષક મિતેશ પટેલ(સામાજિક વનિકરણ), મદદનીશ ચૂંટણી અધિકારી- ૨૧ છોટાઉદેપુર લોકસભા મતવિભાગ અને નાંદોદના પ્રાંત અધિકારી ડો. કિશનદાન ગઢવી, મદદનીશ ચૂંટણી અધિકારી- ૨૨ ભરૂચ લોકસભા મતવિભાગ અને દેડિયાપાડાના પ્રાંત અધિકારી ડી.આર.સંગાડા સહિત સંબંધિ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટ – વિપુલ ડાંગી,રાજપીપલા

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!