લાછરસ અને કોલવાણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મોબાઈલ હેલ્થ કેર યુનિટ મેડીકલ વાન ફાળવાઈ

લાછરસ અને કોલવાણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મોબાઈલ હેલ્થ કેર યુનિટ મેડીકલ વાન ફાળવાઈ
વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરના અનુંદાનથી બે મોબાઈલ હેલ્થ કેર યુનિટ (મેડીકલ વાન) ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશ્મુખે લીલી ઝંડી આપી રવાના કરાઈ
એસ્પિરેશનલ ડિસ્ટ્રીક્ટ નર્મદામાં વિદેશ મંત્રી અને રાજયસભાના સભ્ય ડો. એસ. જયશંકરે રૂ. ૬૪.૦૦ લાખના ખર્ચે તેમના અનુંદાનમાંથી વર્ષ ૨૦૨૩-૨૪ બે મોબાઈલ હેલ્થ કેર યુનિટ (મેડીકલ વાન) મંજુર થતા નાંદોદ તાલુકાનાં લાછરસ પ્રાથમિક આરોગ્ય અને સાગબારાના કોલવાણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માટે બે મોબાઈલ હેલ્થ કેર યુનિટ (મેડીકલ વાન) ખરીદવામાં આવી હતી. જેનું આજરોજ જિલ્લા કલેકટર શ્વેતા તેવતિયા, જિલ્લા પંચાયત પ્રમુખ ભીમસિંહભાઈ તડવી, નાંદોદ ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશ્મુખે લીલી ઝંડી આપી જિલ્લા કલેકટર કચેરી ખાતેથી મેડીકલ ઓફિસર, નાંદોદના લાછરસ પ્રા.આ.કેન્દ્ર અને મેડીકલ ઓફિસર સાગબારાના કોલવાણ પ્રા.આ.કેન્દ્રને લોકાર્પણ કરવામાં આવ્યુ હતું જિલ્લા કલેકટર શ્વેતા તેવતિયાની રાહબરીમાં નાગરિકોની સુખાકારી, આરોગ્ય લક્ષી સુવિધાઓને વધુ સઘન અને અસરકારક બનાવવા માટે વિવિધ કામગીરી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે બે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને ફાળવવામાં આવેલી નવી મોબાઈલ હેલ્થ કેર યુનિટ (મેડીકલ વાન) થી લોકોને ઘરઆંગણે આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ થશે.આ પ્રસંગે ઈંચાર્જ જિલ્લા વિકાસ અધિકારી જે.કે.જાદવ, નાંદોદ પ્રાંત અધિકારી ડો. કિશનદાસ ગઢવી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. જનકકુમાર માઢક, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો.અનીલ વસાવા, જિલ્લા આર.સી.એચ.અધિકારી ડૉ. મુકેશ પટેલ તેમજ જિલ્લા પંચાયત આરોગ્ય શાખાનાં અન્ય અધિકારીઓ -કર્મચારીઓ હાજર રહ્યાં હતાં.
રિપોર્ટ – વિપુલ ડાંગી,રાજપીપલા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300