૧૩ – જૂનાગઢ સંસદીય મતવિસ્તાર માટે જનરલ ઓબ્ઝર્વર તેમજ પોલીસ ઓબ્ઝર્વર ની નિમણૂંક

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪
૧૩ – જૂનાગઢ સંસદીય મતવિસ્તાર માટે જનરલ ઓબ્ઝર્વર તરીકે શ્રી મોહમ્મદ ઝુબેર અલી હાશ્મી તેમજ પોલીસ ઓબ્ઝર્વર સુશ્રી નાઝનીન ભસીનની નિમણૂંક
જૂનાગઢ : ભારતીય ચૂંટણી પંચ દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ જાહેર કરવામાં આવેલ છે. જેના અનુસંધાને આદર્શ આચારસંહિતા અમલી બનતા ચૂંટણી પ્રક્રિયા પર દેખરેખ અને નિયંત્રણ રાખવા માટે મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી, ગુજરાત રાજ્ય દ્વારા જનરલ ઓબ્ઝર્વર તથા પોલીસ ઓબ્ઝર્વરની નિમણૂંક કરાઇ છે.
જેમાં જૂનાગઢ જિલ્લામાં ૨૦૦૮ ની બેચના આઈ.એ.એસ શ્રી મોહમ્મદ ઝુબેર અલી હાશ્મીની ૧૩ – જૂનાગઢ સંસદીય વિસ્તારના નિરીક્ષક તરીકે નિમણૂંક કરાઈ છે. જયારે લો એન્ડ ઓર્ડરની કામગીરીની દેખરેખ માટે પોલીસ ઓબ્ઝર્વર તરીકે ૨૦૦૭ ની બેચના આઈ.પી.એસ. સુશ્રી નાઝનીન ભસીનની નિમણુંક કરવામાં આવી છે.
આમ આગામી લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪માં સમગ્ર ચૂંટણી પ્રક્રિયા પારદર્શી તેમજ નિયમાનુસાર પૂર્ણ થાય તે હેતુ જનરલ ઓબ્ઝર્વર શ્રી મોહમ્મદ ઝુબેર અલી હાશ્મી તેમજ પોલીસ ઓબ્ઝર્વર સુશ્રી નાઝનીન ભસીનની ૧૩- જૂનાગઢ સંસદીય વિસ્તારની કામગીરી પર દેખરેખ રાખશે.
રિપોર્ટ : અનિષ ગૌદાણા
(આસી.એડિટર)
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
સાથે વિવેક ગૌદાણા (માંગરોળ)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300