ચૈત્ર નવરાત્રી : ચૈત્ર” એટલે બ્રહ્માંડનો જન્મ અને તેથી નવા હિંદુ કેલેન્ડરની શરૂઆત.

ચૈત્ર નવરાત્રી : ચૈત્ર” એટલે બ્રહ્માંડનો જન્મ અને તેથી નવા હિંદુ કેલેન્ડરની શરૂઆત.
Spread the love

ચૈત્ર નવરાત્રી

ચૈત્ર નવરાત્રી ને વસંત નવરાત્રી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ નવરાત્રી ચૈત્ર માસ (હિન્દુ કેલેન્ડર મહિનો) ના શુક્લ પક્ષ દરમિયાન ઉજવવામાં આવે છે, જે માર્ચ અને એપ્રિલની વચ્ચે આવે છે અને આ નવ દિવસ ભવ્ય ઉત્સવ તરીકે ઉજવવામાં આવે છે.

ચૈત્ર” એટલે બ્રહ્માંડનો જન્મ અને તેથી નવા હિંદુ કેલેન્ડરની શરૂઆત. દેવી દુર્ગાને વિશ્વનું સર્જન કરવાનું કાર્ય સોંપવામાં આવ્યું હતું તેમનાં મધુર હાસ્યથી બ્રહ્માંડની ઉત્પત્તિ થયાનું કહેવાય છે અને આ રીતે આ તહેવારને હિંદુ વર્ષની શરૂઆત પણ માનવામાં આવે છે.
નવા વર્ષમાં માં દુર્ગા ની સાધના કરી નવ દિવસ પ્રાર્થના ધ્યાન અને જાપ સાથે સમગ્ર સૃષ્ટિમાં દિવ્યતાની અનુભૂતિ કરી અને તે પાસાને જીવંત રાખવાનો પ્રયત્ન કરતો આ ઉત્સવ છે.
હિન્દુઓનો આ નવ દિવસ લાંબો તહેવાર દેવી દુર્ગાના નવ અવતારોની પૂજાને સમર્પિત છે. આ તહેવાર દરમિયાન ભક્તો ઉપવાસ કરે છે.

દેવી દુર્ગાના નવ અવતાર :

1.શૈલપુત્રી – શૈલ એટલે પર્વત. અને આ પર્વત પુત્રી એટલેમા દુર્ગાનું પ્રથમ રૂપ‘‘શૈલપુત્રી’’ જે પાર્વતી તેમજ હેમવતી રૂપે પણ પ્રસિદ્ધ છે.

2.બ્રહ્મચારિણી : બ્રહ્મ એટલે તપસ્યા અને ચારિણી એટલે આચરણ કરનાર. આમ બ્રહ્મચારિણી એટલે તપનું આચરણ કરનાર દેવી.

3.ચંદ્રઘંટા : મા ચંદ્રઘંટાના મસ્તક પર ઘંટ આકારનો ચંદ્ર છે. જેના કારણે તેને ચંદ્રઘંટા કહેવામાં આવે છે.

4.કુષ્માંડા : કૂષ્માંડાનો અર્થ કુત્સિત ઉષ્મા, કૂષ્મા-ત્રિવિધ તાપયુક્ત એવો થાય છે.

5.સ્કંદમાતા : સ્કંદમાતા એ નવદુર્ગાનું પાંચમુ સ્વરૂપ છે. સ્કન્દમાતાનો અર્થ કાર્તિકેય નાં માતા થાય છે

6.કાત્યાયની : મહર્ષિ કાત્યાયન ત્યાં માં દુર્ગા પુત્રીના રૂપે. જન્મ્યા હતાં.કાત્યાયનીની ભક્તિ કરવાથી મનુષ્યને ખુબ જ સરળતાથી અર્થ, કામ, ધર્મ અને મોક્ષ ચારો ફળોની પ્રાપ્તિ થાય છે.

7.કાલરાત્રી : શુંભ અને નિશુંભ નામક અસુરોનો સંહાર કરવા માટે દેવી પાર્વતીએ કાલરાત્રી સ્વરૂપ ધારણ કરેલું હતું. શનિ (ગ્રહ)નું સંચાલન દેવી કાલરાત્રી દ્વારા કરાય છે.

8.મહાગૌરી : નવ દુર્ગાનું આઠમું સ્વરૂપ એટલે મહાગૌરી , આખો વાન ધવલ છે , ભગવાન શિવે એમનું શરીર ગંગા જળથી ધોયું હતું ત્યારે તે અત્યંત ગૌર – કાંતિમય
બન્યું હતું. દેવી મહાગૌરી રાહુ (ગ્રહ)નું સંચાલન પણ કરે છે.
9.સિદ્ધિદાત્રી : નવમા દિવસે નવદુર્ગાનાં આ સ્વરૂપનું પૂજન અર્ચન કરાય છે. દેવી સિદ્ધિદાત્રી કેતૂ (ગ્રહ)નું સંચાલન કરે છે.આદિ-પરાશક્તિ દેહ સ્વરૂપ ધરાવતા ન હતા આથી આદિ-પરાશક્તિ શિવનાં અર્ધા દેહમાંથી ’સિદ્ધિદાત્રી’ સ્વરૂપે પ્રગટ્યા. આમ શિવના “અર્ધનારીશ્વર” સ્વરૂપમાં અર્ધો દેહ તે દેવી સિદ્ધિદાત્રીનો દર્શાવાય છે.

આલેખન~ બીજલ જગડ.મુંબઈ ઘાટકોપર

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!