માંગરોળમાં રામનવમીની ભવ્યાતિભવ્ય શોભાયાત્રા ને લઈ વિશ્વ હિન્દુ પરિષદ,બજરંગદળ દ્વારા વિવિધ સંગઠનો સાથે બેઠક યોજાઈ..

માંગરોળમાં રામનવમીની ભવ્યાતિભવ્ય શોભાયાત્રા ને લઈ વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગદળ દ્વારા વિવિધ સંગઠનો સાથે બેઠક યોજાઈ..
માંગરોળ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આગામી રામનવમી ની ભવ્ય શોભાયાત્રા ની તૈયારીઓને લઈ વિવિધ ધાર્મીક સામાજીક રાજકીય સંગઠનના આગેવાનો વેપારી અગ્રણીઓ સાથે હરીકીર્તનાલય શ્રીરામ ધુન મંદિર ખાતે એક બેઠક નુ આયોજન કરાયુ.
માંગરોળમાં આગામી ૧૭ એપ્રિલ રામનવમી ના દિવસે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગદળ અને શ્રીરામ ધુન મંડળ ના નેજા હેઠળ વિવિધ સંગઠનો અને સમસ્ત હિન્દુ સમાજ લોકો સાથે વિશાળ શોભાયાત્રા કાઢવામાં આવશે ત્યારે આ શોભાયાત્રામાં કલાત્મક ફ્લોટ્સ સાથે ખુબજ બહોળી સંખ્યામાં ભાવિકો જોડાય તે માટે સુઘળ વ્યવસ્થા જાળવવા તેની પૂર્વ તૈયારી ના ભાગ રૂપે એક બેઠક બોલાવવામાં આવી હતી.
આ શ્રી રામ જન્મોત્સવ ની શોભાયાત્રા ભવ્યાતિભવ્ય બનાવવા માટે દરેક હિન્દુ સંગઠનો ઘુન મંડળીઓ સામાજિક સંસ્થાઓ દરેક હીંદુ સમાજ ના પટેલો પ્રમુખો પોતાના ફલોટસ સાથે જોડાઈ આ શોભાયાત્રા ને ભવ્યાતિભવ્ય બનાવે તેવી વિશ્વ હિન્દુપરિષદ એ હાકલ કરવામાં આવી હતી અને આ શોભાયાત્રા ભવ્યાતિભવ્ય નીકળે તેના માટે વિશ્વ હિન્દુપરિષદ બજરંગદળ તેમજ દરેક હિન્દૂ સંગઠનો તડામાર તૈયારીઓ કરી રહ્યા છે,
તેમજ આ બેઠકમાં શોભાયાત્રાની તૈયારી માટે જુદા જુદા કામો અને આયોજનની વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી તેમજ ઉપસ્થિત આગેવાનોએ આ શોભાયાત્રા ભવ્યાતિભવ્ય નિકળે તે માટે અલગ અલગ સુચનો પણ કર્યા હતા ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા માંગરોળ શહેર અને તાલુકાની ધર્મપ્રેમી જનતા ને રામનવમી દિવસે બપોર બાદ પોતાના ધંધા રોજગાર બંદ રાખી બહોળી સંખ્યામાં આ શોભાયાત્રામાં જોડાવવા અપીલ કરવામાં આવી હતી…
રિપોર્ટ : અનિષ ગૌદાણા
(આસી.એડિટર)
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
સાથે વિવેક ગૌદાણા (માંગરોળ)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300