શ્રી ભુરખિયા મંદિર ટ્રસ્ટ – ભુરખિયા દ્વારા બાળ સંભાળ ગૃહને વોશિંગ મશીનનું દાન આપવામાં આવ્યું

શ્રી ભુરખિયા મંદિર ટ્રસ્ટ – ભુરખિયા દ્વારા બાળ
સંભાળ ગૃહને વોશિંગ મશીનનું દાન આપવામાં આવ્યું
સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ સમાજ સુરક્ષા વિભાગ ગાંધીનગર, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી દ્વારા સંચાલિત સરકારી ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ, મું. પ્રતાપપરા અમરેલી ખાતે કાર્યરત છે. જેમાં જુવેનાઈલ જસ્ટીસ એક્ટ-૨૦૧૫ મુજબ ૦૬ થી ૧૮ વર્ષ સુધીના કાળજી અને રક્ષણની જરૂરીયાત વાળા બાળકો, જેમાં મુખ્યત્વે અનાથ એકવાલી કે શોષિત, પીડિત, ગુમ થઈને મળી આવેલ, બાળક, મજૂરી અને ભિક્ષાવૃત્તિમાં આવેલા બાળકો માટે આ હોમ કાર્યરત છે. જિલ્લામાં જુવેનાઈલ જસ્ટીસ એક્ટ-૨૦૧૫ની કલમ-૫૦ મુજબ કાળજી, સંભાળ અને રક્ષણની જરૂરીયાત વાળા બાળકોને આશ્રય આપી સમયાંતરે સમાજની મુખ્ય ધારામાં યોગ્ય પુનઃસ્થાપન કરવા જેમાં યોજનાકીય પુનઃસ્થાપન અને પરિવારમાં પુનઃસ્થાપન કરવા તથા આ બાળકોને સારવાર, શિક્ષણ, તાલીમ, વિકાસ અને પુનર્વસનની પ્રક્રિયા કરવામાં આવે છે. દરેક બાળકને તંદુરસ્ત અને સુખી બાળપણને સુરક્ષિત કરવા માટે, તેમને તેમની સંપૂર્ણ ક્ષમતાઓ શોધવામાં સક્ષમ બનાવવાની તકોને સુનિશ્ચિત કરવા અને તેમને તમામ બાબતોમાં સતત ઉન્નતિ કરવામાં મદદ કરવાના ઉદેશથી સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ નિયામક સમાજ સુરક્ષા વિભાગ-ગાંધીનગરની સ્વાયત સંસ્થા દ્વારા સંચાલિત ગુજરાત સ્ટેટ ચાઈલ્ડ પ્રોટેકશન સોસાયટી”થી આ હોમ કાર્યરત છે જેમાં હાલમાં ૩૩ બાળકો અંતેવાસ કરી રહ્યા છે. આ બાળકોને કપડા ધોવા માટે ફુલ્લી ઓટોમેટીક વોશિંગમશીન ‘શ્રી ભુરખિયા મંદિર ટ્રસ્ટ’ દ્વારા બાળકોની સુવિધા અને સુખાકારીમાં વધારો કરવા દાન આપવામાં આવેલ છે. આ દાન માટે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી આરબી ખેર, જિલ્લા બાળ સુરક્ષા અધિકારીશ્રી વી.યુ જોષી, સરકારી ચિલ્ડ્રન હોમના અધિક્ષકશ્રી એસ.બી.જોષી સાહેબ તેમજ સંસ્થાનો તમામ સ્ટાફએ “શ્રી ભુરખિયા મંદિર ટ્રસ્ટ”નો હૃદય પૂર્વક આભાર વ્યક્ત કર્યો છે, તેમ સુપ્રિટેન્ડેન્ટ, ચિલ્ડ્રન હોમ, સમાજ સુરક્ષા ખાતુ, અમરેલીએ એક યાદીમાં જણાવ્યું છે.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300