સુરત રહેતા ૮ પ્રવાસીઓ પોઈચા નર્મદા નદીમાં ડૂબ્યા

સુરત રહેતા ૮ પ્રવાસીઓ પોઈચા નર્મદા નદીમાં ડૂબ્યા
સુરતથી ભાગવત કથા પૂર્ણ કરી નર્મદા સ્નાન કરવા આવેલ સાત લોકોને મોતનો કાળ ભડક્યો
નર્મદા નદીમાં સ્નાન કરવા પડેલા સુરતના ૭ પ્રવાસીઓ ઉંડા પાણીનાં વહેણમાં ગરકાવ ૧ ને મોતના કાળનાં મુખમાંથી આબાદ બચાવી લીધો
પિતા પુત્ર સહિત સાત સંબંધી નર્મદામાં ઘરકાવ લાપતા થયેલ લોકોને શોધવાની કામગીરી સ્થાનિક તરવૈયા સહિત NDRF ની ટીમોની મદદ થી શોધખોળ શરૂ કરી છે
નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના પોઇચા ખાતેની નર્મદા નદીમાં વહેલી સવારના આજે સુરતથી સ્નાન કરવા ફરવા આવેલા પ્રવાસી ઓ મૂળ અમરેલી જિલ્લા ના અને હાલ સુરતમાં એક જ ક્રિષ્ના પાર્ક સોસાયટી સણિયા હેમાદ માં રહેતા બે પરિવારનાં લોકો પોતાને ત્યાં રાખવામાં આવેલ ભાગવત કથા પૂર્ણ કરી તેઓ પરિવાર સાથે પોઇચા ખાતે સ્નાન કરવા ફરવા આવ્યા હતા જ્યાં નર્મદા નદીમાં સ્નાન કરવાનું નક્કી કરી નાહવા માટે પાણીમાં પડ્યાં હતા જે બાદ આ પરિવારના લાડક સોયા નાના બાળકો સહિત નાં આખો ૮ પરિવાર નાં લોકો ધીમી ધારે વહેતા પાણીમાં નાહતા નાહતા અચાનક પાણી નાં ઉંડા વહેણ માં એક પછી એક ડૂબવા માંડ્યા હતા પાણી માંથી જોત જોતામાં બચાવ બચાવ ની ચીસો બૂમો સંભળાવા લાગી હતી પાણીમાં પડેલા ૮ લોકો પૈકી ૭ લોકો ઉંડા પાણી માં અચાનક પલભરી સણોમાં લાપતા થઈ ગરકાવ થઈ વહી ગયા હતા આ ઘટના ની જાણ થતા જ સ્થાનિકો અને નાવિકો તુરંત નાવડીઓ લઈ ઘટના સ્થળે દોડી આવી ૧ ને જીવ મરણ ની સટોસટીનાં મોતના મુખના કાળમાંથી આબાદ બચાવી લીધો છે આમ નર્મદા નદીમાં નાહવા પડેલા ૮ લોકો પૈકી ૭ ઉંડા પાણીમાં ગરકાવ થવાથી લાપતા બન્યા છે જયારે આ બનેલ બનાવ માં ૧ વ્યક્તિ નો જ઼ીવ બચાવી લેવામાં આવ્યો છે આ ઘટનાને પગલે ભારે ગમગીન ભરી અરેરાટી ફેલાઈ જવા પામી છે
મળતી વિગતો અનુસાર સુરત ખાતે રહેતા પ્રવાસીઓ પોઇચા ફરવા આવ્યા હતા મૂળ અમરેલી જિલ્લાના વતની અને હાલ સુરત માં રહેતા પ્રવાસીઓ નર્મદા નદીમાં નાહવા પડતા અચાનક પાણીમાં ધીરે ધીરે પાણી નાં ઉંડા વહેણમાં ખેંચાવા લાગ્યા હતા અચાનક પાણી ની અંદર થી બચાવ બચાવ ની બુમ પડતા સ્થાનિક નાગરિકો પણ બચાવવા પાણીમાં કુદિયા હતા કુલ ૮ પ્રવાસીમાંથી ત્રણ નાના બાળકો હતા સ્થાનિકોએ એકને પાણીમાં ડૂબતો આબાદ બચાવ્યો હતો નર્મદા નદીમાં કુલ ૮ લોકો પૈકી ૭ લોકો પાણીમાં લાપતા બનતા તેઓની શોધખોળ શરૂ કરી છે આ બનાવ ની રાજપીપળા ટાઉન પોલીસ ને જાણ થતા તુરંત બનાવ નાં સ્થળે પહોંચી હતી જોકે આ પાણીમાં ડૂબેલા લોકોની શોધખોળ માટે સ્થાનિક તરવૈયા તેમજ નગરપાલિકા ફાયર ફાઇટર એનડીઆરએફ ટીમોની મદદ લેવામાં આવી રહી છે નર્મદા નદી માં લાપતા બનેલા સાત લોકોને શોધખોળ ની સધન તપાસ કાર્યવાહી પુર જોસમાં ચાલી રહી છે
પાણીમાં ડૂબી ગયેલા સાત લાપતા લોકો સાથે નાં પરિવારનાં લોકોએ જણાવ્યું કે અમે ભાગવત કથા બેસાડી હતી જેથી અમે અહીં નાહવા આવ્યા હતા. અગાઉ બધાએ નક્કી કર્યું હતું પણ કોઈ રાજી ના થતા અમે આવવાનું ટાળી દીધું હતું પાછળથી ભરતભાઈ અને મગનભાઈ જીત પકડી આજે જ જવું છે માટે તેમનો ટેમ્પો લઈને અમે નર્મદામાં નાહવા આવ્યા હતા. અમે અહીં આવીને નાહતા હતા અને મજા કરતા હતા એક કલાક જેટલો સમય પણ વીતી ગયો હતો ત્યારે બાદ અમે બહાર નીકળવાનું જ કરતા હતા ત્યાં મગનભાઈએ કહ્યું કે અહીં આવો અહીં પાણી સારું છે અમે આવ્યા તો ખબર નહીં છોકરાઓ અચાનક પાણીમાં ગરકાવ થઈ ગયા ત્યાં પાણીમાં અમને મગનભાઈ નો હાથ દેખાતો અમે તેમને ખેંચી બહાર કાઢી લીધા પણ બાકીના પાણીમાં ઘરકાવ થઈ ગયા
પોલીસ અધિક્ષક પ્રશાંત સુબે જણાવ્યું કે નર્મદા જિલ્લા પોઇચા ગામમાં આજે બપોર નાં સુરત થી ૧૭ લોકો આવ્યા હતા જેમાંથી ૮ લોકો નદીમાં નાહવા ગયા હતા એમાંથી ૧ નો બચાવ થયો છે જ્યારે ૭ લોકો હજી લાપતા છે તેમની શોધખોળ માટે કાર્યવાહી ચાલું છે બોટ ચલાવવા માટેનું લાઇસન્સ હોય તેવા જ બોટ ચલાવી શકે છે પરંતુ અહીં કોઈ પાસે લાયસન્સ ન હોવાથી અહીં બોટ સુવિધા બંધ રાખવામાં આવી છે
નર્મદા નદીમાં ડુબી ને ગરકાવ થયેલા મૃત લોકોની યાદી
(૧) ભરતભાઈ મેઘાભાઈ બલદાણીયા ઉંમર ઉ.વર્ષ. ૪૫
(૨) આરનવ ભરતભાઈ બલદાણીયા ઉંમર ઉ.વર્ષ. ૧૨
(૩) મૈત્ર્ય ભરતભાઈ બલદાણીયા ઉંમર ઉ.વર્ષ. ૧૫
(૪) વ્રજભાઈ હિંમતભાઈ બલદાણીયા ઉંમર ઉ.વર્ષ. ૧૧
( ૫) આર્યન રાજુભાઈ ઝીઝાળા ઉંમર ઉ.વર્ષ. ૭
(૬) ભાર્ગવ અશોકભાઈ હાદિયા ઉંમર ઉ.વર્ષ.૧૫
(૭) ભાવેશ વલ્લભભાઈ હાદિયા ઉ.વર્ષ. ૧૫ તમામ રહે.ક્રિષ્ના પાર્ક સોસાયટી સણિયા હેમાદ સુરત
રિપોર્ટ – વિપુલ ડાંગી, રાજપીપલા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300