વડિયા ના સ્વામિનારાયણ દિવ્યધામ ના આંગણે વિંશતિ મહોત્સવ ની ભવ્ય ઉજવણી

વડિયા ના સ્વામિનારાયણ દિવ્યધામ ના આંગણે વિંશતિ મહોત્સવ ની ભવ્ય ઉજવણી
સમગ્ર પરિસર રોશની થી જળહળી ઉઠ્યું, અનેક મંદિરો ના સંતો, હરિભક્તો આપે છે હાજરી
ભજન,ભોજન અને ભક્તિનો અનોખો સંયોગ રચાયો
શાસ્ત્રી શ્રી આંનદસ્વરૂપદાસ સ્વામી ના મુખે થી દિવ્ય સત્સંગ સભા માં જ્ઞાનની સરવાણી નો લાભ લોકો લઇ રહ્યા છે.
વડિયા : અમરેલી જિલ્લા ના છેવાડાના તાલુકા મથક એવા વડિયા માં સુરવો નદીના કિનારે આવેલુ શ્રી સ્વામિનારાયણ દિવ્યધામ વડિયા ના શિખર મંદિર માં ઘનશ્યામ મહારાજ ની મૂર્તિ પ્રતિષ્ઠા ના વિસ વર્ષ પૂર્ણ થતા વિસમો પાટોત્સવ, પ્રવેશ દ્વાર નુ લોકાર્પણ અને દિવ્ય સત્સંગ કથા નુ ભવ્ય આયોજન રૂપી ભવ્ય વિંશતિ મહોત્સવ હાલ ઉજવાઈ રહ્યો છે. તેમાં દેશ વિદેશ ના શ્રી સ્વામિનારાયણ મંદિરો ના સંતો, હરિભક્તો અને ગ્રામજનો લાભ લઇ રહ્યા છે. આ મહોત્સવ માં વડિયા સ્વામિનારાયણ મંદિર ના શ્રી આનંદસ્વરૂપ દાસજી ના સુમધુર કંઠે દિવ્ય સત્સંગ કથા નુ રસપાન મોટી સંખ્યા માં કરી રહ્યા છે આ સાથે લોકજાગૃતિ માટે અંધશ્રદ્ધા નાબુદી અભિયાન અંતર્ગત જાદુનાખેલ , લોકડાયરા, રાસગરબા સહીત નુ ભવ્ય આયોજન કરાયું છે. ત્યારે વડિયા ની સુરવો નદીના કિનારે દિવ્યધામ ના આંગણે ભાજન, ભોજન અને ભક્તિ નો અનોખો સંયોગ રચયેલો જોવા મળી રહ્યો છે. આ સમગ્ર આયોજન ને સફળ બનાવવા માટે વડિયા સ્વામિનારાયણ મંદિર ના સંતો અને વડિયા મંદિર સાથે જોડાયેલ હરિભક્તો જહેમત ઉઠાવી રહ્યા છે.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300