પાટણ : પદ્મનાભ ચાર રસ્તા પાસેની કેનાલમાં ગંદકી નું સામ્રાજ્ય સર્જાયું..

પાટણ : પદ્મનાભ ચાર રસ્તા પાસેની કેનાલમાં ગંદકી નું સામ્રાજ્ય સર્જાયું..
Spread the love

પાટણ : પદ્મનાભ ચાર રસ્તા પાસેની કેનાલમાં ગંદકી નું સામ્રાજ્ય સર્જાયું..

કેનાલમાં ખડકાયેલી ગંદકીને લઈને અસહ્ય દુર્ગંધ મારતી હોય વિસ્તારના લોકો માં રોગચાળો ફેલાવવાની ભીતી…પાલિકાની નિષ્ક્રિયતા કામગીરી સામે અનેક સવાલો..નગરપાલિકાના સત્તાધીશો દ્વારા કેનાલની નિયમિત પણે સફાઈ કરાય તેવી લોક માંગ પ્રબળ બની.

પાટણ નગરપાલિકાના સત્તાધીશો પાટણના નગરજનોને પ્રાથમિક સુવિધા પૂરી પાડવામાં સરેઆમ નિષ્ફળ નિવડિયા હોય તેવી પ્રતીતિ શહેરીજનો કરી રહ્યા છે. ત્યારે સમગ્ર પાટણ શહેરને પાણી પુરૂ પાડતી પદ્મનાભ ચાર રસ્તા નજીક થી પસાર થઇ ને સિધ્ધી સરોવરને જોડતી નહેરમાં અસહ્યં ગંદકી નું સામ્રાજ્ય સર્જાયું છે.છતાં પાલિકાના સત્તાધીશો દ્વારા આ નેહરની સફાઈ કામગીરી હાથ નહીં ધરાવતા પાટણના નગરજનોને પૂરું પાડતું પાણી દૂષિત બની રહ્યું છે. જેને લઈને શહેરીજનોમાં રોગચાળો ફેલાવવાની ભીતી પણ પ્રબળ બનવા પામી છે.

પદ્મનાભ ચાર રસ્તા નજીકથી પસાર થતી કેનાલમાં ધાર્મિક વિધિમાં ઉપયોગ લેવાયેલ ચુંદડી,શ્રીફળ, નાડાછડી સહિત અન્ય ગંદકી પણ ખદબદી રહી હોય જેના કારણે આજુબાજુના વેપારીઓ સહિત પદ્મનાભ ચાર રસ્તા પિક અપ સ્ટેન્ડ પર ઉભા રહેતા મુસાફરો તેમજ વાહન ચાલકો સાથે પદ્મનાભ પોલીસ ચોકીમાં ફરજ બજાવતા પોલીસ કર્મીઓને દિવસભર અસહ્ય દુર્ગંધનો સામનો કરવો પડી રહ્યો છે. પાલિકા સત્તાધીશો દ્વારા પદ્મનાભ ચાર રસ્તા પાસેથી પસાર થતી કેનાલની નિયમિત પણે સફાઈ કામગીરી હાથ ધરવામાં આવે તેવી માંગ વિસ્તારના લોકોમાં પ્રબળ બનવા પામી છે.

રિપોર્ટ: અનિલ રામાનુજ પાટણ

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!