માવઠાથી ખેડૂતોને થયેલા પાક નુકસાનનું વળતર સરકાર આપશે કે નહીં?

માવઠાથી ખેડૂતોને થયેલા પાક નુકસાનનું વળતર સરકાર આપશે કે નહીં? કૃષિ મંત્રીએ આપ્યો આ જવાબ….
રાજ્યમાં 13 મેના દિવસે રાજ્યના અનેક જિલ્લાઓમાં પડેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોના ઉભા પાક અને બાગાયતી પાકોને ભારે નુકસાન થયું છે. હજી પણ આગામી ચાર દિવસ રાજ્યમાં કમોસમી વરસાદની હવામાન વિભાગની આગાહી છે. ત્યારે આ કમોસમી વરસાદથ ખેડૂતોને થતા પાક નુકસાન સામે સરકાર વળતર કે સહાય આપશે કે નહીં તે અંગે રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલ નિવેદન આપ્યું છે.રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલે કહ્યું કે હવામાન વિભાગે આગાહી કરી ત્યારે જ રાજ્યના ખેતીવાડી વિભાગે સંભવિત નુકસાનને ટાળવા માટે ખેડૂતોને વિવિધ સૂચનાઓ આપવામાં આવી હતી. ગઈકાલે 13 મેના દિવસે રાજ્યના અનેક જિલ્લાઓમાં પડેલા કમોસમી વરસાદને કારણે ઉનાળું બાજરી અને કેરીના પાકને નુકસાન થયું છે.
કૃષિ મંત્રી રાઘવજી પટેલે કહ્યું કે કમોસમી વરસાદને કારણે થયેલા નુકસાનના સર્વે કરવાના આદેશ તાલુકા કક્ષાએ આપી દેવામાં આવ્યા છે. ચાર દિવસ કમોસમી વરસાદની આગાહી હોવાથી સર્વેનો ફાઇનલ રિપોર્ટ 17મી મે પછી આવશે. સરકાર ખેડૂતોને થતા નુકસાન પ્રત્યે ચિંતિત છે.
રિપોર્ટ: અનિલ રામાનુજ પાટણ
ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300