પાટણ જિલ્લામાં ભારે પવન સાથે વરસેલા કમોસમી વરસાદથી ખેતી ના પાકને નુકસાન.

પાટણ જિલ્લામાં ભારે પવન સાથે વરસેલા કમોસમી વરસાદથી ખેતી ના પાકને નુકસાન.
Spread the love

પાટણ જિલ્લામાં ભારે પવન સાથે વરસેલા કમોસમી વરસાદથી ખેતીપાકને નુકસાન…

પાટણ જિલ્લાના સમી, હારીજ,રાધનપુર, સિદ્ધપુર, સરસ્વતી સહિતના તાલુકામા ગાજવીજ અને ભારે પવનના વાવાઝોડા સાથે વરસેલા વરસાદને લીધે ખેડૂતોનો ઉભો પાક ઢળી પડ્યો…


હવામાન વિભાગની આગાહી પ્રમાણે ઉત્તર ગુજરાતના પાટણમાં ગત સાંજે વાવાઝોડા સાથે પડેલ કમોસમી વરસાદ ને કારણે ખેડૂતોને ઉનાળુ પાક તેમજ ઘાસચારાના પાકમાં નુકશાન ઉઠાવવાનો વારો આવ્યો છે.ગત રોજ સવારથી પાટણ શહેર સહિત જિલ્લામાં અસહ્ય ઉકળાટ અને બફારાનો માહોલ હતો. બપોર સુધીમાં વાદળ ઘેરાવાના શરૂ થયા હતા અને વાતાવરણમાં ઓચિંતો પલટો આવ્યો હતો. ધૂળની ડમરીઓ સાથે ભારે પવન ફૂંકાતા વિઝિબિલીટી ઘટી હતી. ઘણાં વાહનચાલકો રસ્તાની સાઈડમાં ઊભા રહી ગયા હતા. ઓફિસ કે ઘરમાં બેઠાં હોય તેમણે બહાર નીકળવાનું પણ ટાળ્યું હતું. ભારે પવનની સાથે કમોસમી વરસાદ શરૂ થયો હતો અને વીજળીના ગડગડાટથી ફફડાટ ફેલાયો હતો. ભારે પવન, વીજળી અને ગડગડાટ વચ્ચે ખેતી ના પાક ને નુકસાન થયું હતું. તો કેટલાક જગ્યાએ ઝાડ પડવના બનાવ બન્યા હતા.

પાટણ જિલ્લામાં સમી, હારીજ,રાધનપુર, સિદ્ધપુર, સરસ્વતી સહિતના તાલુકામા ગાજવીજ અને ભારે પવનના વાવાઝોડા સાથે વરસેલા વરસાદને લીધે ખેડૂતોનો ઉભો પાક ઢળી જવા પામ્યો છે. ખાસ કરીને ઉનાળુ બાજરી,ઘાસચારો સહિતનો જે પાક હતો તે તૈયાર થઈ ગયો હતો. જોકે વાવાઝોડા સાથે વરસેલા વરસાદે ખેડૂતોની આશા પર પાણી ફેરવી દેતા ખેડુતોમાં નિરાશા સાંપડી જવા પામી છે.હારીજમાં વાવાઝોડા સાથે કમોસમી વરસાદ પડવાના કારણે મહાકાય પીપળાનું વૃક્ષ ધરાશાયી થતા દુકાનોને નુકસાન થયું હતું. વીજ વાયરો તૂટી જતા વીજળી પણ ડુલ થતા રહીશો પરેશાન બન્યા હતા.તો રાધનપુરમાં નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા લગાવેલ બોર્ડ ધરાશાય થયું હતું તાલુકાઓમાં અનેક જગ્યાએ નુકશાન થવા પામ્યું હતું.રાહદારીઓને અવર જવરમાં ભારે મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો હતો.

રિપોર્ટ: અનિલ રામાનુજ પાટણ

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!