લ્યો…બોલો..રાધનપુરમાં વીજપોલ પર ટીવીના કેબલ વિદ્યુત બોર્ડને જાણ બહાર જ લગાવી દેવાયા..

લ્યો…બોલો..રાધનપુરમાં વીજપોલ પર ટીવીના કેબલ વિદ્યુત બોર્ડને જાણ બહાર જ લગાવી દેવાયા..
રાધનપુરમાં વીજપોલ પર ટીવીના કેબલ નાખતાં અકસ્માતની ભીતિ : વિદ્યુત બોર્ડને જાણ કર્યા વગર જ વીજપોલ પર કેબલ લગાવી દેવાયા..
પાટણ જિલ્લાનાં રાધનપુર શહેરમાં વીજપોલ પર ટીવીના કેબલ વિદ્યુત બોર્ડને જાણ બહાર જ લગાવી દેવાયા શહેરમાં ઈલેક્ટ્રીક થાંભલા ઉપર જ ટીવીના કેબલ નાખી દેવાથી વીજ અકસ્માતનું જોખમ ઉભું થવા પામ્યું છે. જંગી કમાણી કરતા કેબલ ઓપરેટરો દ્વારા શહેરમાં ઈલેક્ટ્રીક થાંભલા ઉપર વાયરોની જાળ બિછાવેલ વિવિધ જગ્યાએ જોવા મળે છે.ત્યારે ઈલેક્ટ્રીકના થાંભલા ઉપર વીજ પ્રવાહ સતત વહેતો હોય છે અને અવારનવાર અકસ્માતનાં નાના મોટા વીજફોલ્ટ થતા હોય છે, આવી સ્થિતિમાં વીજળીના થાંભલાઓનો અલગ અલગ હેતુંથી દુરૂપયોગ થઈ રહ્યો છે ત્યારે સત્વરે આ અટકાવવા લોક માંગ ઉઠી છે.
રાધનપુર શહેરમાં જોઈએ તો રામનગર સોસાયટી, શીતલ સોસાયટી સહિત અન્ય આવી અનેક સોસાયટીમાં ટીવીના કેબલ વીજ થાંભલા ઉપર જોવા મળી રહ્યા છે જેમાં શહેરમાં આવેલ ઈલેક્ટ્રીક થાંભલા પર કેબલ ટીવીવાળા પોતાના કેબલ લગાવ્યા છે. તેને લઈ વીજ અકસ્માતનું જોખમ અને મોટી આફતની સંભાવના જોવા મળે છે. રાધનપુર શહેરમાં ઠેર ઠેર ઈલેક્ટ્રીક થાંભલા પર ટીવી કેબલ લગાવેલા છે જેની સામે આજ દિન સુધી કોઈજ કાર્યવાહી કરવામાં આવી નથી.
આ બાબતે UGVCL ડેપ્યુટી એન્જિનિયર ભાવિનભાઈના જણાવ્યું અનુસાર રાધનપુર શહેરમાં ટીવી કેબલ વાયર વીજપોલ પર ખેંચી રહ્યા છે તે માટે UGVCL કચેરીમાંથી કોઈ જાતની પરવાનગી મેળવેલ નથી અને ઉપરની કચેરીથી અમોને પણ કોઈ જાણ કરેલ નથી. વીજપોલ પર કેબલ વાયર લગાવવા અંગે નોટીસ આપેલ છે અને તેઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવા અને કોઈ વીજપોલ પર ટીવી કેબલથી અકસ્માત સર્જાશે તો જવાબદાર કેબલ વાયર નાખતા કંપનીની રહેશે તેવું જણાવ્યું હતું.
રિપોર્ટ: અનિલ રામાનુજ પાટણ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300