સાંસ્કૃતિક નગરી રાધનપુર માં . ઠેર ઠેર ગંદકી નું સામ્રાજ્ય, પાલિકાની બેદરકારી સામે સવાલો..

સાંસ્કૃતિક નગરી રાધનપુર માં . ઠેર ઠેર ગંદકી નું સામ્રાજ્ય, પાલિકાની બેદરકારી સામે સવાલો..
Spread the love

સાંસ્કૃતિક નગરી રાધનપુર માં . ઠેર ઠેર ગંદકી નું સામ્રાજ્ય, પાલિકાની બેદરકારી સામે સવાલો..

રાધનપુર નાં અનેક વિસ્તારો માં ગટરો બ્લોક નાની શેરીઓ માં ઠેર ઠેર ગંદકી, રોગચાળો ફાટી નીકળવાની દહેશત પ્રજા ત્રસ્ત તંત્ર મસ્ત જેવી પરિસ્થિત..

પાટણ જિલ્લા નાં રાધનપુર શહેર માં અનેક સોસાયટી સહિત નાના મોટા વિસ્તારો માં ગટરો બ્લોક જોવા મળી રહી છે.તો નાની શેરીઓ માં ઠેર ઠેર ગંદકી નું સામ્રાજ્ય પણ જોવા મળી રહ્યું છે.જેને લઇને રોગચાળો ફાટી નીકળવાની દહેશત સર્જાઇ રહી છે ત્યારે પ્રજા ત્રસ્ત તંત્ર મસ્ત જેવી પરિસ્થિત નું નિર્માણ.
પાટણ..રાધનપુર..

સાંસ્કૃતિક નગરી રાધનપુરમાં ઠેર-ઠેર ગંદકીનું સામ્રાજય જોવા મળી રહ્યું છે.ત્યારે રાધનપુર પાલિકા સ્વછતા ભારત મિશનની એસી કે તેસી કરતા અધિકારીઓ ક્યારે પોતાની ફરજ નિભાવશે તે જોવું રહ્યું.! રાધનપુર નગરપાલિકા ની નિષ્ક્રિય કામગીરીને લઇને લોકો ત્રસ્ત બન્યા છે. સ્વછતા ભારત મિશન ની એસી કે તેસી કરતા અધિકારીઓ સામે લોકો માં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે.સાંસ્કૃતિક નગરી રાધનપુરમાં ઠેર-ઠેર ગંદકીનું સામ્રાજય જોવા મળ્યું છે.

પાટણ જીલ્લાના રાધનપુર શહેર જે સાંસ્કૃતિક નગરીમા ઠેર ઠેર ગંદકીનું સામ્રાજય જોવા મળી રહ્યું છે.અનેક જગ્યાએ ભૂગર્ભ ગટર ની સમસ્યાઓ પીવાના પાણીની સમસ્યાઓ ગંદકીનું સામ્રાજય વગેરે પ્રશ્નો થી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.રાધનપુર નગરપાલિકામા પીએમ મોદીના સ્વચ્છ ભારત મિશનની વાતો ને પોકળ સાબિત કરતા દૃશ્યો રાધનપુરમાં અનેક જગ્યાએ જોવા મળી રહ્યા છે.ત્યારે સ્વચ્છતા અભિયાન ની વાત કદાચ અહીં પાલિકા સુધી પહોંચી નથી અથવા તો અધિકારીઓને કામગીરીમાં કોઈ રસ નથી તેવું ચોક્કસપણે જણાઈ રહ્યું છે.રાધનપુર નગરપાલિકાની કામગીરી બાબતે બેદરકારી અને લાપરવાહીના કારણે શહેરમાં અનેક જગ્યાએ સાફ સફાઈની મોટી સમસ્યાઓ સામે આવી રહી છે.અને રાધનપુર પાલિકાની બેદરકારી અને નિષ્ક્રિય કામગીરીને લઈને લોકોમાં ભારે રોષ ફેલાયેલો જોવા મળી રહ્યો છે.

રાધનપુર શહેરમાં છેલ્લા કેટલાય સમયથી રાધનપુર નગરપાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાનની કોઇ જ કામગીરી કરવામાં આવેલ નથી જેને પગલે શહેરમાં ઠેર ઠેર ગંદકી તેમજ કચરાના ઢગ જોવા મળી રહ્યા છે.તો વારંવાર લોકોની રજૂઆતો છતાં નગરપાલિકા દ્વારા કોઈ જ કામગીરી કરવામાં નહિ આવતાં સ્થાનિક લોકોમા ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.રાધનપુર શહેર નાં અનેક વિસ્તાર જેવા કે બલોચવાસ, વઢિયાર ગોડાઉન, ગોગાશેરી, સથવારા વાસ અને મસાલી રોડ નાં રામનગર સરસ્વતી નગર બાજુના અનેક વિસ્તારોમાં વિસ્તાર માં ગટર બ્લૉક થવાની સમસ્યાઓ સામે આવતી હોય છે.શહેરના મસાલી રોડ પર ધારાસભ્ય નું નિવાસ સ્થાન છે છતાં અહીંયા પણ ખુલ્લી ગટરો વર્ષો થી જોવા મળી રહી છે અનેક રજૂઆત બાદ પણ હજુ ઢાંકણા નાખવાની કામગીરી કરવામાં આવી નથી અહીંયા અમુક સોસાયટીઓમાં પીવાના પાણીની પણ સમસ્યાઓ જોવા મળી રહી છે ત્યારે નગર પાલિકા ની બેદરકારી ને લઇને લોકો માં ભારે રોષ વ્યાપ્યો છે. લોકોનું કહેવું છે કે સતત લેખીત માં અરજી અને ફોન કરવા છતાંય કોઇ સાફ સફાઈ કે કામગીરી કરવામાં આવતી નથી જેને લઇને લોકો માં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

રાધનપુર વિસ્તાર માં સતત ગટર વ્યવસ્થા ને લઈ ને પ્રશ્નો સામે આવી રહ્યા છે. અમુક વિસ્તારો મા ગટર લાઈન બિલકુલ નાની જોવા મળી રહી છે જેને લઈને ગટર નું ગંદુ પાણી ઉભરાઈ ને રોડ પર આવી જતા વાહન ચાલકો અને રાહદારીઓ ને પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ત્યારે સતત ગટર ના ઉભરાતા ગંદા પાણી નાં કારણે લોકોને અવર જવર માં ભોગવવી પડતી હાલાકી ના લીધે લોકો એ રોષ વ્યકત કર્યો હતો.લોકોનું કહેવું છે કે વારંવાર નગર પાલિકા ને રજૂઆતો કરવા છતાંય અનેક વિસ્તારો માં કોઈ યોગ્ય નિકાલ કરવામાં આવતો નથી ગટરો ની બહાર કચરો એકત્ર થાય છે જેનો યોગ્ય નિકાલ કરવામાં આવે તેવું લોકો કહી રહ્યા છે.

રિપોર્ટ અનિલ રામાનુજ પાટણ

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!