લ્યો બોલો …રાધનપુરની નગરપાલિકા માંજ ફાયર સેફ્ટી ના નિયમોનું ઉલ્લંઘન…

રાધનપુર નગરપાલિકામાં જ ફાયર સેફ્ટી નથી!: આખા શહેરમાં નોટીસ પાઠવતી પાલિકામાં જ ફાયર સેફ્ટી નો અભાવ.!!
લોકોને ફાયર સેફટી ના નિયમો લાગુ કરાવતી ખુદ રાધનપુરની નગરપાલિકા માંજ ફાયર સેફ્ટી ના નિયમોનું ઉલ્લંઘન…
પાટણ જિલ્લાના રાધનપુર શહેરમાં ગઈ કાલે જ રાધનપુર વારાહી રોડ પર આવેલ મારુતિ પ્લાઝા શોપિંગ સેન્ટર ખાતે ફાયર સુવિધાનો અભાવ જોવા મળ્યો હતો.જે સમચાર પ્રસિદ્ધ થયાને હજુ એક દિવસ જ થયો છે ત્યારે ફરી વધુ એક કિસ્સો સામે આવ્યો છે.જી..હા..રાધનપુર શહેરના નગરપાલિકામાં જ ફાયર સેફ્ટી નો અભાવ જોવા મળ્યો છે.આખા ગામને નોટીસ પાઠવતિ પાલિકામાં જ ફાયર સેફ્ટી નો અભાવ જોવા મળતા અનેક તર્ક વિતર્કો સર્જાયા છે.
રાધનપુર નગર પાલિકા જે બે માળની કચેરીમાં મોટી સંખ્યામાં લોકોની અવરજવર હોય છે. પાલિકા માં લોકો પોતાના કામ અર્થે અવર નવાર અવર જવર કરતા હોય છે અને લોકોનો મેળાવડો પણ અમુક સમયે જોવા મળતો હોય છે.ત્યારે ખુદ પાલિકા માં જ ફાયરની સુવિધા નો અભાવ જોવા મળ્યો છે.લોકોને ફાયર સેફટી ના નિયમો લાગુ કરાવતી ખુદ રાધનપુરની નગરપાલિકા માંજ ફાયર સેફ્ટી ના નિયમોનું ઉલ્લંઘન જોવા મળ્યું હતું.
નગર પાલિકા શહેરમાં અન્ય સ્થળે નોટીસ પાઠવે છે. પરંતુ પાલિકા માં જ અગ્નિશામક બોટલ નથી અથવા તો એક બે બોટલ છે તો કોઈ દુર્ઘટના સર્જાય તો આનાથી કોઈ આગ બુઝાવવાની નથી અને જો કોઈ કારણસર આગ લાગવાનું ઘટના સર્જાય તો પાલિકામાં મોટી સંખ્યામાં જાનહાનિ થાય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે.ત્યારે પાલિકામાં ચોક્કસપણે ફાયર સેફ્ટી નો અભાવ જોવા મળ્યો છે તો હવે પાલિકા ને નોટીસ કોણ આપશે જે એક પ્રશ્ન લોક મુખે ચર્ચાઈ રહ્યો છે..!
રાધનપુર નગર પાલિકાના અડીને આવેલ બાજુમાંજ કોમ્પલેક્ષમાં 100 થી વધુ દુકાનો પણ આવેલ છે.ત્યારે અહીંયા પણ ફાયર સેફ્ટી નો અભાવ જોવા મળ્યો છે.આમ, રાધનપુરમાં અનેક જગ્યાએ હજુ પણ ફાયર સેફ્ટી નો અભાવ હસે જો તંત્ર દ્વારા યોગ્ય દિશામાં કામગીરી કરવામાં આવે તો રાધનપુરમાં અનેક જગ્યાએ ફાયર સુવિધાનો અભાવ જોવા મળશે ત્યારે તંત્ર સજાગ બની આવી જગ્યાએ ફાયર સુવિધાનો પ્રારંભ કરાવે તેવી લોક માંગ ઉઠી રહી છે.
રાધનપુરમાં અનેક જગ્યાએ ફાયર સુવિધાનો અભાવ તો ખુદ રાધનપુર પાલિકા માં જ ફાયર સેફ્ટી નથી પાલિકા માં જ ફાયર સુવિધાનો અભાવ જોવા મળતા અનેક સવાલો ઉભા થયા છે.રાધનપુર નગરપાલિકા દ્વારા ફાયર સેફટી નિયમોનું પાલન કરાવવામાં આવે છે નોટીસ પાઠવવામાં આવે છે અને ફાયર સેફ્ટીના સાધનો ન હોય તેવા બિલ્ડીંગોની સામે કાર્યવાહી પણ કરતી હોય છે.જોકે પોતાની નગર પાલિકા ની કચેરીમાં જ ફાયર સેફટીનાં પૂરતા સાધનો નહીં હોવાનું સામે આવ્યું છે. બે માળની કચેરીમાં મોટી સંખ્યામાં લોકોની અવરજવર હોવા છતાં બે માળ ની કચેરી માં ફાયર એક્સટિંગ્વિશર ની સુવિધાનો અભાવ જોવા મળ્યો છે.
મળતી માહિતી અનુસાર ઈમારત ની બાજુમાં અડીને આવેલ કોમ્પલેક્ષ માં 100 જેટલી દુકાનો આવેલી છે.તો દરરોજ પાલિકા નાં કામ અર્થે અહીંયા લોકોની પણ મોટી સંખ્યામાં અવર જવર રહેતી હોય છે.ત્યારે પાલિકા માં જ ફાયર સુવિધાનો અભાવ જોવા મળતા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે.અને હવે પાલિકા ને નોટીસ કોણ પાઠવશે એ પણ લોક મુખે ચર્ચાઈ રહ્યું છે. ત્યારે તંત્ર દ્વારા રાધનપુરમાં પુરતી તપાસ હાથ ધરવામાં આવે તો આગામી સમયમાં મોટી દુર્ઘટના ટળી સકે તેવું જણાઈ રહ્યું છે.નહિ તો શહેરમાં હાલ અનેક જગ્યાએ ફાયર સુવિધાનો અભાવ જોવા મળતા લોકોમાં પણ ભયનો માહોલ છવાયો છે.
રિપોર્ટ અનિલ રામાનુજ પાટણ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300