ભાભર રાધનપુર રોડ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો :ત્રણને ઇજા

ભાભર રાધનપુર રોડ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો :ત્રણને ઇજા
બાઈક અને ગાડીની ટક્કરે ત્રણ લોકો ઘાયલ થતાં નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા… બાઈક સવાર લોકો રાધનપુર. વિસ્તારના હોવાનું મળ્યું જાણવા…
ભાભર રાધનપુર રોડ પર અવર નવાર અકસ્માત ની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે ફરી વધુ એક ઘટના સામે આવી છે જેમાં જોઈએ તો બનાસકાંઠા જિલ્લાના ભાભર ખાતે રાધનપુર રોડ ઉપર આવેલ નાગણેશ્વરી માતાજીના મંદિરની સામે ભાભર તરફથી આવતી ગાડી અને રાધનપુર માર્ગ પરથી આવતું બાઈક સામસામે અથડાતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં ત્રણ લોકોને ઇજાઓ પહોંચી હતી.
મળતી માહિતી અનુસાર ભાભર રાધનપુર રોડ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જે ગાડીની ટક્કરે બાઈક ચાલક આવતા ત્રણને ઇજાઓ પહોંચી હતી.જે ત્રણેય લોકોને ઈજા પહોંચતા ભાભર ખાતે આવેલ સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. રાધનપુર તરફથી થી આવી રહેલ બાઈક ચાલક વિષ્ણુભાઈ પ્રધાનજી ઠાકોર ઉંમર વર્ષ આ. 23. 2.)હિતેશભાઈ રમેશભાઇ ઠાકોર. ઉ.વ.આ.22. ગામ પોરાણા. અને ભાભર તરફથી આવતી ગાડીમાં જુબે દાબાનું કરીમભાઈ ઘાંચી ઉંમર વર્ષ આ. 28 ગામ બરવાળા ના રહેવાસી હોવાનું જાણવા મળેલ છે.
રિપોર્ટ અનિલ રામાનુજ પાટણ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300