જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે વિશ્વ પર્યાવરણ દિન નિમિતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે વિશ્વ પર્યાવરણ દિન નિમિતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો
જૂનાગઢ : બીજ વિજ્ઞાન અને તકનિકી વિભાગ, કૃષિ મહાવિદ્યાલય, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢ હસ્તકના સાગડીવીડી ફાર્મ ખાતે તારીખ ૦૫-૦૬-૨૦૨૪ ના રોજ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી જૂનાગઢ કૃષિ યુનિવર્સીટીના કુલપતિશ્રી ડૉ. વી.પી.ચોવટિયાની અધ્યક્ષતામાં કરવામાં આવી હતી.
આ પ્રસંગે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના સંશોધન નિયામકશ્રી ડૉ. આર.બી.માદરીયા, વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી ડૉ. એન.બી. જાદવ, કુલસચિવશ્રી ડૉ. પી.એમ.ચૌહાણ, નિયામકશ્રી વિદ્યાર્થી કલ્યાણ પ્રવૃતિઓ ડૉ. આર.એમ.સોલંકી, યુનિવર્સિટીના વિવિધ અધિકારીઓ, વિવિધ મહાવિદ્યાલય અને પોલીટેકનીકના આચાર્યશ્રીઓ, પ્રાધ્યાપક અને વડાશ્રીઓ તેમજ સંશોધન વૈજ્ઞાનિકશ્રીઓએ હાજર રહી વૃક્ષારોપણ કર્યુ હતુ. જેમા રાવણા, આંબા જેવા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યુ હતુ.
રિપોર્ટ : અનિષ ગૌદાણા
(આસી.એડિટર)
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
સાથે વિવેક ગૌદાણા (માંગરોળ)
ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300