મોટરસાયકલ ચોરીના આરોપીને ગણતરીની કલાકોમાં ઝડપી પાડતી શાપર (વે.) પોલીસ

શાપર (વે) પોલીસ સ્ટેશન વિસ્તારમા થયેલ મો.સા. ચોરીનો ભેદ ઉકેલી મો.સા સાથે આરોપીને ગણતરીની કલાકોમા પકડી પાડતી શાપર (વે.) પોલીસ
પોલીસ મહાનિરીક્ષકશ્રી અશોકકુમાર યાદવ સાહેબ રાજકોટ રેન્જ તથા નાયબ પોલીસ મહાનિરીક્ષક સાહેબશ્રી જયપાલસિંહ રાઠૌડ સાહેબના રાજકોટ ગ્રામ્ય નાઓએ ઘરફોડ ચોરી તેમજ મીલ્કત સંબધી ગુન્હાઓ અટકાવવા તેમજ વણશોધાયેલ ગુનાઓ ડીટેકટ કરવા સુચના કરેલ હોઇ જેના અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક ગોડલ શ્રી કે.જી.ઝાલા સાહેબ તથા સર્કલ પો.ઇન્સશ્રી સાહેબ ગોડલના માર્ગદર્શન હેઠળ શાપર(વે) પો.સ્ટેના પો.સબ.ઇન્સ આર.કે.ગોહિલની રાહબરી હેઠળ પોલીસ સ્ટેશનના સ્ટાફના કર્મચારીઓ પોસ્ટે વિસ્તારમાં બનાવ સ્થળ તથા આજુ બાજુના સી.સી.ટી.વી ફુટેજ ચેક કરીને સી.સી.ટી.વી આધારે આરોપીની ઓળખ મેળવી આરોપીને પકડી ચોરીમાં ગયેલ હોન્ડા કંપનીનુ એસપી-૧૨૫ મોટર સાયકલ રજી નં-GJ 01 VL 3126 વાળુ કબજે કરી શાપર વેરાવળ પો.સ્ટે પાર્ટ સી ગુ.ર.નં- ૧૧૨૧૩૦૯૧૨૪૦૪૭૨/૨૦૨૪ આઇ.પી.સી કલમ-૩૭૯ મુજબનો ગુન્હો ડીટેકટ કરી મજકુર આરોપી વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
આરોપી :-
અંકીત ઉર્ફે અકી ધીરુભાઇ પરમાર જાતે અનુ-જાતી ઉવ.રર ધંધો.મજુરી રહે.વેરાવળ (શા) વીકાશ સ્ટવ પાસે સિધ્ધાર્થ નગર તા.કોટડા સાંગાણી જી.રાજકોટ મુળ રહે બરુલા ગીર તા.મળીયા હાટીના જી.જુનાગઢ
કબ્જે કરેલ મુદામાલ :-
હોન્ડા કંપનીનુ એસપી-૧૨૫ મોટર સાયકલ રજી નં-GJ 01 VL 3126 કિ.રૂ. ૫૦,૦૦૦/-
કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓ :-
આ કામગીરી શાપર વેરાવળ પો.સ્ટે.ના પો.સબ.ઇન્સ શ્રી આર.કે.ગોહિલ તથા પો.સબ.ઇન્સ. શ્રી જી.બી.જાડેજા તથા પો.હેડ.કોન્સ. તુષારસિંહ જાડેજા તથા પ્રહલાદસિંહ રાઠોઠ તથા ઉપેન્દ્રસિંહ ગોહિલ તથા ખીમજીભાઇ હુણ તથા મયુરસિંહ જાડેજા તથા પો.કોન્સ લગધીરસિંહ જાડેજા તથા પીયુશભાઇ અઘેરા તથા અલ્પેશભાઇ ડામસીયા તથા નીલેશભાઇ ડાભી વિગેરે દ્વારા કરવામા આવેલ છે.
રિપોર્ટ : અનિષ ગૌદાણા
(આસી.એડિટર)
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
સાથે વિવેક ગૌદાણા (માંગરોળ)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300