અંબાજી : સમસ્ત હિન્દુ આદિવાસી ડુંગરી ગરાસીયા સમાજ દ્વારા સમૂહ લગ્ન યોજાયા

અંબાજી : સમસ્ત હિન્દુ આદિવાસી ડુંગરી ગરાસીયા સમાજ દ્વારા સમૂહ લગ્ન યોજાયા
અંબાજી ખાતે આજે 121 યુગલોએ દાંપત્ય જીવનમાં પ્રભુતામાં પગલાં માંડ્યા.
અંબાજી ખાતે સમસ્ત હિન્દુ આદિવાસી ડુંગરી ગરાસીયા સમાજના 121 જોડાનું સમૂહ લગ્ન યોજાયો
શક્તિ ભક્તિ એને આસ્થા નો ત્રિવેણી સંગમ એટલે શક્તિપીઠ અંબાજી ચોક્કસથી વાત કરવામાં આવે તો ગુજરાત ભરમાં અનેક સંસ્થાઓ અને મંડળો દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવતું હોય છે જ્યારે અંબાજી ખાતે પણ મહારાણા પ્રતાપની જન્મ જયંતીની ઉત્સવ અને સાથે જ હિન્દુ આદિવાસી ડુંગરી ગરાસીયા સમાજ સુધારણા સમિતિ દ્વારા 121 યુગલોના સમૂહ લગ્નનું આયોજન અંબાજી ખાતે કરવામાં આવ્યું હતું આ સમૂહ લગ્ન અંબાજીના જીએમડીસી ગ્રાઉન્ડમાં યોજાયા જેમાં મોટી સંખ્યામાં હિન્દુ આદિવાસી ડુંગરી ગરાસીયા સમાજના લોકો ઉમટ્યા હતા.ચોક્કસથી વાત કરવામાં આવે તો વહેલી સવારે 121 યુગલોની શોભાયાત્રા (વરઘોડો) નીકળ્યું ત્યારબાદ જીએમડીસી ગ્રાઉન્ડમાં આ તમામ યુગલો આવી અને પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. હિન્દુ રીતે રિવાજ મુજબ સમૂહ લગ્ન યોજાયા હતા જેમાં વિવિધ સ્ટેટના હીજ હાઇજેનિક મહારાજાઓ પણ હાજર રહ્યા હતા. અને પ્રભુતામાં પગલાં માંડતા આ યુગલોને આશીર્વાદ આપ્યા હતા.અંબાજી ખાતે ભાદરવી પૂનમીયા સંઘ સેવા ટ્રસ્ટ પ્રેરિત હિન્દુ આદિવાસી ડુંગરી ગરાસીયા સમાજ સુધારણા સમિતિ દ્વારા આ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું.
રિપોર્ટ : અમિત પટેલ અંબાજી
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300