વઢીયાર પંથકના જીજ્ઞાબેન શેઠ ને દિલ્હી ખાતે મેજિક બુક ઓફ એવોર્ડથી સન્માનિત કરાયા…

વઢીયાર પંથકના જીજ્ઞાબેન શેઠ ને દિલ્હી ખાતે મેજિક બુક ઓફ એવોર્ડથી સન્માનિત કરાયા…
પાટણ વઢીયાર પંથકના જીવદયા સાથે માનવસેવા ના ભેખધારી જીજ્ઞાબેન શેઠ ને દિલ્હી ખાતે મેજિક બુક ઓફ એવોર્ડથી સન્માનિત કરાયા…
એવોર્ડ એ આપણા કમૅ ને મળતું સન્માન છે અને આવા એવોર્ડ આપણને વધુ સારા કમૅ કરવાની પ્રેરણા પુરી પાડે છે : જીજ્ઞાબેન શેઠ..
પાટણના ઐતિહાસિક અને ગૌરવવંતા વઢીયાર પંથકમાં આવેલ જૈનોના પવિત્ર તિથૅ ગણાતા શંખેશ્વર શહેરના કમૅવિરાગના સાથે અબોલ જીવો અને માનવીય સેવા થકી આગવી ઓળખ ઉભી કરનાર જન મંગલ સેવા ચેરીટેબલ ટ્રસ્ટના સ્થાપક જીજ્ઞાબેન શેઠની સેવા પ્રવૃત્તિને અનેક સંસ્થાઓ દ્વારા સન્માનિત કરવામાં આવ્યાં છે ત્યારે આ સન્માન ના સફરમાં વધુ એક મોર પીછ ઉમેરાયું છે.
તાજેતરમાં તેઓને તેમની સેવા પ્રવૃત્તિઓ બદલ દિલ્હી ખાતે મેજિક બુક ઓફ રેકોર્ડ એવોર્ડ થકી સન્માનિત કરવામાં આવતા સમગ્ર જન મંગલ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ પરિવાર સહિત વઢીયાર પંથકના નગરજનોએ ગૌરવની લાગણી અનુભવી જીજ્ઞાબેન શેઠની સેવા પ્રવૃત્તિ અવિરત વહેતી રહે તેવી શુભેચ્છા વ્યક્ત કરી હતી.દિલ્હી ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં દેશની અનેક જાણીતી હસ્તીઓની ઉપસ્થિત વચ્ચે જીજ્ઞાબેન શેઠને એવોર્ડ એનાયત થતાં તેઓએ આભારની લાગણી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે આ એવોર્ડ માટે તેઓની પસંદગી કરવા બદલ ભારત સરકાર તેમજ મેજિક બુક ઓફ એવોર્ડ સંસ્થાના તેઓ હમેશાં આભારી રહીશે.
તેઓએ જણાવ્યું હતું કે મારી નજરે, મને મળતા દરેક એવોર્ડ મારી જવાબદારી પ્રત્યે મને વધું સજાગ અને સભાન બનાવશે. એવોર્ડ હમેશા ઉર્જા આપવાનું કામ કરતાં હોય છે એવોર્ડ એ આપણા કર્મને મળતું સન્માન છે. એનો રાજીપો જ હોય. એની સાથે સાથે એવોર્ડ આપણને વધુ કામકરવાની પણ પ્રેરણા આપે છે. એક નવી દ્રષ્ટિ આપે છે.આ એવોર્ડ મને પ્રકૃતિ તરફથી મળેલી પહોંચ છે અને આ એવોર્ડ રૂપી સન્માનનો હું સ્વીકાર કરું છું.તેઓએ પોતાની વીસ વર્ષની સેવાસફરમાં સહયોગી બનેલા મિત્રો – કર્મચારીઓ અને શંખેશ્વર સાથે વઢીયાર પંથકના લોકો કે જેઓ હમેશાં સેવાકાર્યમા તન – મન – ધનથી જોડાઈ પોતાને સેવા પ્રવૃત્તિઓ કરવા માટે હમેશાં પ્રેરણા પૂરી પાડી છે. સાથે સાથે તેઓએ પોતાના માતા પિતા અને પરીવારનો પણ વિશેષ આભાર વ્યક્ત કર્યો હતો.
રિપોર્ટ અનિલ રામાનુજ પાટણ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300