કલ્યાણપુરા ગ્રામ પંચાયત દ્વારા જાહેર રોડ રસ્તા પર આવેલ ઝાડી-ઝાંખરા દુર કરાયા..

કલ્યાણપુરા ગ્રામ પંચાયત દ્વારા જાહેર રોડ રસ્તા પર આવેલ ઝાડી-ઝાંખરા દુર કરાયા..
Spread the love

કલ્યાણપુરા ગ્રામ પંચાયત દ્વારા જાહેર રોડ રસ્તા પર આવેલ ઝાડી-ઝાંખરા દુર કરાયા..

પ્રિ-મોન્સુન કામગીરી અંતર્ગત રાધનપુરના કલ્યાણપુરા ગામે સાફ સફાઈ,ઝાડી ઝાંખરા કટિંગ અને રોડ રસ્તા પર બાવળ કટિંગ કરવામાં આવ્યું ..

પ્રિ-મોન્સુન કામગીરી અંતર્ગત પાટણ જિલ્લામાં નદી-નાળા, ઝાડી-ઝાંખરા, ખાડા પુરાણ, કેચપીટ-મેઈનહોલ-કાંસની સફાઈ, કેનાલ, તળાવ ઊંડા કરવાની, રસ્તા રીપેરીંગ વગેરેની સાફ સફાઈ કરવામાં આવી રહી છે. ત્યારે પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના કલ્યાણપુરા ગામ ખાતે ગ્રામ પંચાયત દ્વારા તલાટી કમ મંત્રીનાં અધ્યક્ષસ્થાને રોડ રસ્તા પર આવેલ ઝાડી-ઝાંખરાને કાઢીને રોડ રસ્તાની સાફ સફાઈ કરવામાં આવી હતી. દર વર્ષે ચોમાસા પૂર્વે પ્રિ-મોન્સૂન અંતર્ગત ચોમસા પહેલા કામગીરી પ્રત્યેક જિલ્લામાં હાથ ધરવામાં આવતી હોય છે જેને ધ્યાનમાં લઈને આગામી સમયમાં સંભવિત પુર-વાવાઝોડા અને વરસાદને ધ્યાનમાં રાખીને જિલ્લામાં આગોતરી કામગીરી કરવામાં આવી રહી છે.ત્યારે રાધનપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તાર કલ્યાણપુરા ગામ ખાતે પણ ગ્રામ પંચાયત દ્વારા સાફ સફાઈ કરવામાં આવી રહી છે.

રાધનપુર તાલુકાના કલ્યાણપુરા ગામ ખાતે ચોમાસાને ધ્યાને લઇ આગોતરા આયોજન નાં ભાગરૂપે પ્રિ મોન્સુન કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ગામના મુખ્ય માર્ગ પરથી સાફ સફાઈ અને બાવળ કટિંગ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.કલ્યાણપુરા ગ્રામ પંચાયત દ્વારા ગામમાં સાફ સફાઈ, ઝાડી ઝાંખરા કટિંગ અને બાવળ કટિંગ ની કામગીરી સાથે મંદિરો માં સાફ સફાઈ હાથ ધરવામાં આવી હતી.ગ્રામ પંચાયત કલ્યાણપુરા નાં તલાટી કમ મંત્રી વિરજીભાઈ તથા વહીવટદારનાં અધ્યક્ષ સ્થાને સાફ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.જેમાં ગામમાં જાહેર રોડ રસ્તા, કાચા માર્ગ સહિત મંદિરો સંપૂર્ણ રીતે ગામમાં સાફ સફાઈ કરવામાં આવી હતી.

રિપોર્ટ : અનિલ રામાનુજ પાટણ

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!