રાધનપુર : બનાસ નદી પર 59 વર્ષ બાદ નવો બનશે

રાધનપુર :  બનાસ નદી પર 59 વર્ષ બાદ નવો બનશે
Spread the love

રાધનપુર બનાસ નદી પર 59 વર્ષ બાદ નવો બનશે બ્રિજ: 179 કરોડના ખર્ચે ફોરલેન બ્રિજની મંજૂરી..

રાધનપુર-ચાણસ્મા હાઇવે પર ગોચનાદ નજીક બનાસ નદી પર 59 વર્ષ જૂના પુલનો ઉપયોગ થઈ રહ્યો છે: માર્ગ અને મકાન વિભાગની દરખાસ્તને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે મંજૂરી આપી…

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે ઉત્તર ગુજરાતના બે મહત્વના વર્ષો જૂના બ્રિજ રૂ.399 કરોડના ખર્ચે નવા બનાવવા સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. જેમાં મહેસાણા-હિંમતનગર ફોરલેન હાઇવે પર બંને જિલ્લાને જોડતા વિજાપુરના દેરોલ ગામ નજીક સાબરમતી નદી ઉપર વર્ષો જૂના દ્વિમાર્ગીય બ્રિજની જગ્યાએ રૂ.220 કરોડના ખર્ચે નવો છમાર્ગીય બ્રિજ બનાવવામાં આવશે. જ્યારે રાધનપુર-ચાણસ્મા હાઇવે પર રાધનપુર નજીક બનાસ નદી પર હયાત પુલની બાજુમાં રૂ.179 કરોડના ખર્ચે ફોર લાઈન નવો બ્રિજ તૈયાર કરાશે.આ બ્રિજ બનવાથી અંદાજે રૂ.40 લાખ જેટલા લોકોને પરિવહનમાં સરળતા રહેશે.

સરહદી વિસ્તાર રાધનપુરને ચાણસ્મા સાથે જોડતાં સ્ટેટ હાઈવે પર ગોચનાદ ગામ નજીક બનાસ નદી પર હાલમાં પુલ હયાત છે પરંતુ આ પુલનું વર્ષ 1965માં એટલે કે 59 વર્ષ પહેલાં નિર્માણ થયું હોવાથી પુલનું આયુષ્ય પૂર્ણ થઈ ગયું છે જેના કારણે તે ક્યારેક જોખમી સાબિત થઈ શકે છે. અગાઉ પુલ પર ખાડા પણ પડી ગયા હતા અને નીચેના સળિયા દેખાતા હતા.આ રોડ કંડલા બંદરને જોડતો હોવાથી રાત દિવસ ટ્રકો, ટેન્કરો, કન્ટેનરો અને ડમ્પર સહિતના ભારે વાહનોનો ઘસારો રહે છે. વાહનોનું ટ્રાફિક પણ વધી રહ્યું છે. ત્યારે રાધનપુર ધારાસભ્ય લવિંગજી ઠાકોર, પાટણ જિલ્લા પંચાયતના સદસ્ય જગદીશભાઈ ઠાકોર સહિતે નવો બ્રિજ બનાવવા માટે અગાઉ સરકારમાં રજૂઆત પણ કરેલી હતી. ત્યારે સરકારે રોડ સેફ્ટી અને ભવિષ્યના વધતા જતા વાહન ટ્રાફિકને ધ્યાનમાં રાખીને નવો ચાર માર્ગીય બ્રિજ બનાવવાની માર્ગ અને મકાન વિભાગની દરખાસ્તને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે મંજૂરી આપી છે.

આ નવો બ્રિજ હાલના પુલની બાજુમાં નિર્માણ પામશે. આ બ્રિજ બનવાથી હાલના ટ્રાફિકના ભારણ પ્રમાણે બ્રિજ પહોળો થશે અને અંદાજે 40 લાખ જેટલા લોકોને પરિવહનમાં સરળતા મળશે.

હાલના પુલે ધસમસતાં પુરના સામના કર્યા છે રાધનપુરના યુવા અગ્રણી સુરેશભાઈ ઠાકોરે જણાવ્યું હતું કે હાલના 59 વર્ષ જૂના પુલે વર્ષ 2015 અને વર્ષ 2017 સહિતના અનેક વખત બનાસ નદીના ભયંકર 2017 સહિતના અનેક વખત બનાસ નદીના ભયંકર પૂરના પાણીના પ્રવાહનો સામનો કર્યો છે. નદીનું પૂર આવે ત્યારે પુલને અડીને પાણી નીકળતું હતું. પુલ જૂનો થવાના કારણે સાંધામાં વારંવાર રિપેરિંગ પણ કરવું પડતું હતું. જેના કારણે પુલ પરથી પસાર થતી વખતે વાહન ચાલકોને ભય લાગે છે. પુલ સાંકડો હોવાના કારણે અકસ્માતનો ભય પણ રહે છે. આ ઉપરાંત પુલની નજીક વળાંક હોવાના કારણે અકસ્માતો પણ થતાં હતા હવે ફોરલેન નવો બ્રિજ બનવાથી વાહન ચાલકો સુરક્ષિત રીતે પસાર થઈ શકશે.આ બ્રિજ બનવાથી અંદાજે 40 લાખ જેટલા લોકોને પરિવહનમાં સરળતા રહેશે

59 વર્ષ બાદ નવો બનશે:

કચ્છને જોડતાં મહત્વના હાઇવે પર ગોચનાદ ગામ નજીક પુલનું આયુષ્ય પૂર્ણ થતાં નવો બ્રિજ બનાવવાની સરકારે મંજૂરી આપી

રિપોર્ટ અનિલ રામાનુજ પાટણ

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!