પાટણ : પ્રવેશોત્સવની વર્ચુયલ બ્રીફિંગ મિટિંગમાં જિલ્લાના અધિકારીઓ જોડાયા…

પાટણ : પ્રવેશોત્સવની વર્ચુયલ બ્રીફિંગ મિટિંગમાં જિલ્લાના અધિકારીઓ જોડાયા…
Spread the love

પ્રવેશોત્સવની વર્ચુયલ બ્રીફિંગ મિટિંગમાં જિલ્લાના અધિકારીઓ જોડાયા…

આગામી સમયે 26 થી 28 જૂન દરમિયાન પાટણ જિલ્લામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનું આયોજન…

રાજ્યનો શાળા પ્રવેશોત્સવ આગામી 26 થી 28 જૂન દરમિયાન યોજાવા જઇ રહ્યો છે. જે અંતર્ગત આજરોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને તમામ જિલ્લાના વડાઓ સાથે વીડિયો કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અન્વયે જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર, જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયન સહિતના જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

ઉલ્લાસમય શિક્ષણથી શાળા પ્રવેશોત્સવ મિટિંગને સંબોધતા માનનીય મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે જણાવ્યું હતું કે, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના સમય દરમિયાન મજબૂત વિકાસનો પાયો નખાવા જઈ રહ્યો છે. જેના પાયામાં અગત્યનું મારી દ્રષ્ટિએ શિક્ષણ છે. આ પાયો મજબૂત બનવાથી વિકસિત ભારતમાં વિકસિત ગુજરાતનું યોગદાન અહમ થશે આપણે સૌ ભારત દેશના માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં શાળા પ્રવેશોત્સવ યોજવા જઈ રહ્યો છે. જેમાં આવતી નાની મોટી મુશ્કેલીઓ સામાજિક હોય કે કૌટુંબિક તેમને દૂર કરવા આપણે સહિયારો પ્રયાસ કરી રહ્યા છીએ. જેના લીધે શાળા પ્રવેશોત્સવ દરમિયાન નામાંકન વધી રહ્યું છે અને ડ્રોપ રેશિયોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. દીકરીઓ માટેની યોજનાઓનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. જેમાં માનનીય મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં બનેલ સારી યોજના છે જેનો લાભ લેવામાં આવશે તો તેનાથી આવનાર વર્ષમાં ગુજરાતના વિકાસમાં તેમનું મહત્વપૂર્ણ યોગદાન રહેશે.

પાટણ જિલ્લામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો કાર્યક્રમ સુચારુરૂપે થાય તે માટે વીડિયો કોન્ફરન્સ પૂર્ણ થયા પહેલા જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયનના અધ્યક્ષસ્થાને અધિકારીઓની બેઠક યોજાઇ હતી. મિટિંગમાં જિલ્લા કલેકટર એ જણાવ્યું હતું કે, શાળા પ્રવેશોત્સવ દરમિયાન શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે અને તેનું યોગ્ય મૂલ્યાંકન થાય સાથે વાલીઓને પણ યોજનાકીય માહિતી મળી રહે તે માટેના કાર્યક્રમને પ્રધાનતા આપવામાં આવશે.

પાટણ જિલ્લામાં આગામી સમયે 26 થી 28 જૂન દરમિયાન પાટણ જિલ્લામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનું આયોજન 68 રૂટોમાં 100% પ્રવેશિકરણ માટે થશે. આ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવમાં જિલ્લા શિક્ષણ સમિતિની 792 શાળા, નગર શિક્ષણ સમિતિની 09 શાળા ઉપરાંત માધ્યમિકની 196 શાળાઓ મળી કુલ 997 શાળામાં પ્રવેશોત્સવ યોજાશે. આ માટે જિલ્લાના પદાધિકારીઓ, અધિકારીઓ શાળાની મુલાકાત લેશે.

આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હેતલબેન ઠાકોર, જિલ્લા કલેકટર અરવિંદ વિજયન, જિલ્લા વિકાસ અધિકારી બી.એમ.પ્રજાપતિ, જિલ્લા પોલીસ વડા રવીન્દ્ર પટેલ, આસિસ્ટન્ટ કલેક્ટર હરિની કેઆર, અધિક નિવાસી કલેકટર બી.એસ.પટેલ તથા જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.

રિપોર્ટ અનિલ રામાનુજ પાટણ

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!