સુરેન્દ્રનગર : ઇનોવેટીવ કિડ સ્કૂલ ના બાળકો ના મમ્મી અને પપ્પા ની અલગ અલગ સ્પર્ધા યોજાઈ

સુરેન્દ્રનગર : ઇનોવેટીવ કિડ સ્કૂલ ના બાળકો ના મમ્મી અને પપ્પા ની અલગ અલગ સ્પર્ધા યોજાઈ
Spread the love

ઇનોવેટીવ કિડ સ્કૂલ સુરેન્દ્રનગર ના બાળકો ના મમ્મી અને પપ્પા ની અલગ અલગ સ્પર્ધા યોજાઈ ….


બાળકો ના મમ્મી માટે મટકી ડેકોરેશન સ્પર્ધા રાખેલ દરેક મમ્મી એ ફક્ત મટકી નું બેકગ્રાઉન્ડ કલર ઘરેથી કરી ને આવવાનું હતું બાકી નું દરેક મમ્મી એ ડેકોરેશન સ્કૂલ મા કરવાનું હતું
બાળકો ના પપ્પા ને કાનુડા નું પિકચર સ્કૂલ માંથી આપવામાં આવેલ તે જ પિકચર કાર્ડ શીટ માં તેમને દોરી ને તેમાં કલર પૂરવા નાં હતાં


સ્પર્ધા માં ૧૫ મમ્મી અને ૭ પપ્પા એ ભાગ લીધેલ દરેક સ્પર્ધક મમ્મી પપ્પા એ ખૂબજ સારી મહેનત કરેલ
દરેક સ્પર્ધક ને સ્કૂલ તરફથી સર્ટિફિકેટ આપવામાં આવેલ તથા મટકી ડેકોરેશન માં અને પિકચર કલર માં પ્રથમ ત્રણ ને મોમેન્તો તથા સર્ટિફિકેટ પણ આપવામાં આવેલ છે મટકી ડેકોરેશન માં પ્રથમ નંબર રાધિકા બેન રાઠોડ (યુગ) દ્વિતિય નંબર અંજલિ બેન વર્લાની (નીલ)
તૃતીય નંબર જીમીબેન માંડલિયા (જેનીલ) પિકચર ડ્રો કરી કલર કરવામાં પ્રથમ નંબર વિશાલભાઈ માંડલિયા (જેનીલ) દ્વિતિય નંબર ધવલ ભાઈ હળવદીયા (વેહાંત)
તૃતીય નંબર ઋષભભાઈ મહેતા (ધાત્રી) આવેલ

આ સ્પર્ધા મા જજીસ તરીકે વિધિબેન ડો શ્રેયસ ભાઈ ગાંધી એ સેવા આપેલ દરેક સ્પર્ધકો ને પ્રોત્સાહિત કરવા માટે મોઢ જ્ઞાતિ ના ટ્રસ્ટીઓ જશુ ભાઈ દોશી , વિનોદ ભાઈ વજરીયા , કમલેશભાઈ મહેતા પ્રમુખ હસુ ભાઈ શાહ મંત્રી ભાવેશ ભાઈ મહેતા સહ મંત્રી અતુલભાઈ વોરા , પંકજભાઈ શાહ ઓડિટર વિરેન્દ્રભાઇ પટેલ સર્વે મોઢ જ્ઞાતિ ના અગ્રણીઓ સહપરિવાર ઉપસ્થિત રહેલ તથા વોર્ડ નંબર ચાર ના સદસ્ય શ્રીમતી નિલેશ ભાઈ માંડલિયા જેવો મોક્ષ ધામ ના ચેરમેન છે તેવો અને વોર્ડ નબર ૪ નાં સક્રિય કાર્યકર નિલેશભાઈ માંડલિયા હાજર રહેલ શાળા પરિવાર તરફથી આ સ્પર્ધા માટે ખૂબ જ જહેમત ઉઠાવવા માં આવી ..સ્પર્ધા યોજાઇ તે માટે દરેક મમ્મી પપ્પા બહુજ ખુશ ખુશાલ હતા

રિપોર્ટ : જાડેજા દીપેન્દ્રસિંહ સુરેન્દ્રનગર

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!