રાધનપુર તાલુકાની જનતાના પ્રાણ પ્રશ્નોને વાચા આપવા જનમંચ કાર્યક્રમ યોજાયો.

રાધનપુર તાલુકાની જનતાના પ્રાણ પ્રશ્નોને વાચા આપવા જનમંચ કાર્યક્રમ યોજાયો.
Spread the love

રાધનપુર તાલુકાની જનતાના પ્રાણ પ્રશ્નોને વાચા આપવા જનમંચ કાર્યક્રમ યોજાયો…

બેઠકમાં પ્રાથમિક સમસ્યાઓ ની રજૂઆત કરાઈ,કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ ઉપસ્થિત રહ્યા.. અમિત ચાવડા સહિતના કાર્યકરો ની ઉપસ્થિત માં જનસભા થી વિધાનસભા કાર્યક્રમ યોજાયો..

પાટણ જિલ્લાના રાધનપુર ખાતે રાધનપુર વિધાનસભા બેઠકમાં જનમંચ બેઠક યોજાઇ હતી.રાધનપુર તાલુકાની જનતાના પ્રાણ પ્રશ્નોને વાચા આપવા જનમંચ કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.રાધનપુરના વડપાસર તળાવ ખાતે નગરજનો ઉપસ્થિત રહી બેઠકમાં પ્રાથમિક સમસ્યાઓ ની રજૂઆત કરતા નજરે ચડ્યા હતા.શહેરમાં અનેક પીવાના પાણીના પ્રશ્નો ગટર વ્યવસ્થા નાં પ્રશ્નો થી લઈને અનેક લોકોનાં પ્રશ્નો સાંભળવામાં આવ્યા હતા. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પુવૅ પ્રમુખ અમિતભાઈ ચાવડા અને રાધનપુર વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ અને ચંદનજી ઠાકોર, પાટણ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગેમરભાઇ દેસાઈ , કાંકરેજ ના ઘારાસભય અને શહેર કોંગ્રેસ પ્રમુખ ડોક્ટર વિષ્ણુદાન ઝુલાની ઉપસ્થિતિમાં સમગ્ર કાર્યક્રમ યોજાયો હતો.

કાર્યક્રમ અંતર્ગત રાધનપુર તાલુકાની જનતાના પ્રાણ પ્રશ્નોને વાચા આપવા જનમંચ કાર્યક્રમ અંતર્ગત મોટી સંખ્યામાં લોકો પોતાના પ્રાણ પ્રશ્નો લઈને ઉપસ્થિત રહ્યા હતા. અને મોટી સંખ્યામાં શહેરમાં તાલુકામાં રોડ-રસ્તા, પીવાના પાણી, નર્મદા અને ભાડિયા ગામના સ્મશાન નો પ્રશ્ન ટોપ ટેન રહ્યો હતો.

લોકો દ્વારા પોતાના પ્રાથમિક પ્રશ્નો ને લઇને આવેલા લોકોએ મોટી સંખ્યામાં ફોર્મ ભર્યા હતા અને દરેક ફોર્મ વિધાનસભા સુધી પહોંચાડવા ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા અમિતભાઈ ચાવડાને ફોર્મ ભરીને લોકો દ્વારા આપવામાં આવ્યા હતા.

અમિત ચાવડાએ ગુજરાતના મુખ્યમંત્રી સુધી રજૂઆત કરી લોકોના પ્રાણ પ્રશ્નનો નિકાલ કરવાની ખાતરી આપી હતી.આ પ્રસંગે રોડ-રસ્તા, પાણી, નગર પાલિકા ના પ્રશ્ર્ન, નમૅદા અને અન્ય પ્રશ્નો ની રજુઆત લોકો દ્વારા કરવામાં આવી હતી.અને આ પ્રસંગે કાંકરેજ ના ઘારાસભય અમરતજી ઠાકોર એ પોલીસ તંત્ર ઉપર કટાક્ષ કરતા ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દારૂ મળે છે ત્યારે આ તકે દારૂ જુગારના ધંધા બંધ કરાવવા પોલીસ તંત્રને અપીલ કરી હતી.

રિપોર્ટ અનિલ રામાનુજ પાટણ

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!