રાધનપુર: આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે વ્યસન મુક્તિ અભિયાન સંદર્ભે વ્યાખ્યાન યોજાયું..

રાધનપુર: આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે વ્યસન મુક્તિ અભિયાન સંદર્ભે વ્યાખ્યાન યોજાયું..
પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે વ્યસન મુક્તિ અભિયાન સંદર્ભે વ્યાખ્યાન યોજાયું હતું. રોટરી ક્લબ ઓફ રાધનપુર તથા અમરજ્યોત એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, રાધનપુરના સંયુક્ત ઉપક્રમે વ્યસન મુક્તિ અભિયાન સંદર્ભે વ્યાખ્યાન નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં રાધનપુરના પ્રખ્યાત તબીબ ડૉ. પ્રવીણભાઈ ઓઝા દ્વારા પીપીટી દ્વારા સચિત્ર વ્યસન મુક્તિ અભિયાનની સમજ આપવામાં આવી હતી.સાથે એલ. જી. ઠક્કર દ્વારા પણ વ્યસન કેટલું નુકસાન શરીરમાં કરે છે તે વિષય ઉપર સમજ આપવામાં આવી હતી. કાર્યક્રમમાં રોટરી પ્રેસિડેન્ટ ડૉ. સી. એમ. ઠક્કર, સેક્રેટરી ડૉ. પરેશભાઈ દરજી, કોલેજ ટ્રસ્ટી રાયચંદભાઈ, રોટેરીયન મિત્રો મહેશ રાઠોડ, ચિરાગ રાવલ ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન સુરેશભાઈ ઓઝા અને તુષારભાઈ વ્યાસ દ્વારા કરવામાં આવ્યું હતું.
રિપોર્ટ અનિલ રામાનુજ પાટણ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300