ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા તન કી બાતનો ૪૫ મો એપિસોડ : “યહ મામલા દિલ કા હૈ”

ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા તન કી બાતનો ૪૫ મો એપિસોડ : “યહ મામલા દિલ કા હૈ”
રાજકોટ. શું બાયપાસને બાયપાસ કરી શકાય?.ઘરમાં કોઈને છાતીમાં દુખાવો થાય,છાતીમાં ગભરામણ થાય.અને પરસેવો થાય ..ઘરમાં કોઈનું બ્લડ પ્રેસર વધી જાય,ડોક્ટર પાસે દોડીએ, ડોક્ટર કહે, ઈ સી જી કરી લઈએ!દવા આપે,ઇન્જેક્શન આપે અને પછી મલ્ટી સ્પેશીયાલીસ્ટી હોસ્પિટલમાં રીફર કરે,હાર્ટ એટેક આવેલછે,એવું નિદાન થાય,આઈ.સી. સી. યુનિટમાં, રાખેએન્જીઓગ્રાફી કરવી જોઇશે..અન્જીઓગ્રાફી દર્દીના સગાને ચેમ્બરમાં બોલાવે,ભારે મોઢું રાખીને ડોક્ટર કહે,‘હાર્ટની નાડીઓ ૮૦ % થી પણ વધારે બ્લોક છે..’સમયસર આવી ગયા..મેડીક્લેઇમ છે ને? આયુષ્યમાન કાર્ડ છે ન?‘
’એનજીઓપ્લાસ્ટી કરાવી લ્યો ‘’સાંભળીને આપણું પણ બી.પી. વધી જાય !આખું પરિવાર દુખી થઇ જાયહજારો લાખોના ખર્ચ કરવાના ..આખી જિંદગી બી.પી. ની અનેલોહી પાતળું કરવાની દવા ખાવાની?શું બાયપાસ અનિવાર્ય જ છે?આ હાર્ટમાં ‘સ્ટેન્ટ’ મુકવો એટલે શું?આ એન્જિયો પ્લાસ્ટી છે શું?કોઇ વળી EECP માટે ભલામણ કરે છે! ખરેખર હૃદયને પ્રાકૃતિક રીતે, સ્વસ્થ રાખી શકાય? ખોરાકના ફેરફાર કરીને શું લોહીને પાતળું રાખી શકાય?
કે કોઈ હર્બલ બ્લડ થીનર ના હોય ? વ્હોટ’સ એપ માં આવતા,પરસ્પર વિરોધીનુસખા ખરેખર સાચા હોય છે? શું યોગ-પ્રાણાયામ,પ્રાકૃતિક ઉપચારદ્વારા હૃદય ને તંદુરસ્ત રાખી શકાય ? જીવન શૈલીમાં પરિવર્તન લાવી, અને સરળ ઔષધોપચાર વડે, હૃદય રોગથી મુક્ત થઇ શકાય ખરું?
ભાગ-દૌડ અને તનાવપૂર્ણ જીવન શૈલી દુષિત અન્નપાન થી અને પ્રદુષિત વાતાવરણના કારણે આજે હૃદય રોગનું પ્રમાણ ખુબ વધી ગયું છે..૩૦-૩૫ વર્ષની યુવાન વયે, હાર્ટએટેક આવે,જીમ મા ૨૫ વર્ષના યુવાનને હાર્ટ એટેક આવે!ગરબા ની પ્રેકટીશ કરતી યુવાન વ્યક્તિ પ્રેકટીશ કરતા કરતા અચાનક પડી જાયઅરે ડોક્ટરને અને તે પણ કર્ડીઓલોજીસ્ટને એટેક આવે? ૧૪ વર્ષના બાળકને હાર્ટ સ્ટ્રોક આવે? એ ખુબ સ્ફોટક પરિસ્થિતિ સૂચવે છે!આપણે હૃદય ના સ્વાસ્થ્ય વિષે કશું જાણતાજ નથી!માતા ઉદરમાં હૃદય ધબકતું થઇ જાય, જીન્દીગી સુધી સાથે ધડકતા હૃદય બાબત સાચી માહિતી જાણીએ..ચાલો, હૃદય ને ઓળખીએ અને મજબૂત બનાવીએ ! Healing Heart Heartily यह मामला दिलका है! શું બાયપાસને બાયપાસ કરી શકાય?.આ અગત્યના વિષય બાબત જાણકારી છણાવટ અને માર્ગદર્શન આપશે,જાણીતા આયુર્વેદાચાર્ય ડો. હિતેશ જાની
‘તન કી બાત’ ટોક શો દરમિયાન
દિનાંક: ૨૭ ઓક્ટોબર રવિવારે
સમય : સાંજે ૫:૦૦ કલાકે
સ્થળ :રોટરી હોલ યાજ્ઞિક રોડ રાજકોટ ફ્રી સેમિનાર માટે નિમંત્રણ છે તમારી સીટ અત્યારેજ બૂક કરાવી લેશો !
ફોન.9409692691,9429271368 ગીર ગંગા- “તનકી બાત”
પરિવાર વતિ ડો.મિલન ભટ્ટ દ્વારા યોજાશે
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300