સ્વયંને આધ્યાત્મિકતા સાથે જોડીને જીવનને સરળ બનાવો..

સ્વયંને આધ્યાત્મિકતા સાથે જોડીને જીવનને સરળ બનાવો..
– સતગુરૂ માતા સુદીક્ષાજી મહારાજ
સંત નિરંકારી મિશનના તત્વાવધાનમાં ગુજરાત અને રાજસ્થાનનો સંયુક્ત રાજ્ય સ્તરીય ચાર દિવસીય નિરંકારી સંત સમાગમ રાજસ્થાનના ઉદયપુર શહેરમાં પરમ શ્રદ્ધેય સતગુરૂ માતા સુદીક્ષાજી મહારાજ અને સત્કાર યોગ્ય નિરંકારી રાજપિતા રમિતજીની પાવન છત્રછાયામાં સંપન્ન થયો,જેમાં ગુજરાત અને રાજસ્થાનના હજારો ભક્તોએ આધ્યાત્મિક-પ્રેમ અને વિશ્વબંધુત્વનો સંદેશ પ્રાપ્ત કર્યો.સતગુરૂ માતા સુદીક્ષાજી મહારાજે તેમના પ્રેરણાદાયક પ્રવચનોમાં પધારેલ ભાવિક ભક્તજનોને આત્મ-સાક્ષાત્કારનો માર્ગ અપનાવવાનો બોધ આપતાં કહ્યું કે જ્યારે જીવનમાં અહંકાર અને ભેદભાવ મટી જાય છે,પરમાત્માના દિવ્ય પ્રકાશથી અંતરાત્મા પ્રકાશિત થાય છે ત્યારે જીવન સહજ અને સરળ બને છે.ક્ષમા-પ્રેમ અને સેવાની ભાવના અપનાવીને જ આપણે બધા સાચા આનંદને પ્રાપ્ત કરી શકીએ છીએ.
રાજપિતા રમિતજીએ પોતાના વિચાર વ્યક્ત કરતા કહ્યું કે સતગુરૂનો સંદેશ માનવમાત્ર સુધી પહોંચાડવા આહવાન કર્યું હતું,તેમણે કહ્યું હતું કે સતગુરૂ પ્રેમ અને સમર્પણના પાઠ શીખવે છે અને જ્યારે આપણે ઈર્ષ્યા અને દ્વેષની દીવાલો તોડીને પ્રેમને અપનાવીશું ત્યારે જ આપણે સાચી આધ્યાત્મિકતાનો અનુભવ કરી શકીશું.સંત સંમેલનમાં ભક્તોની ભજન અને કવિતાઓની મધુર પ્રસ્તુતિએ ભક્તોને આધ્યાત્મિક રસધારામાં તરબોળ કરી દીધા હતા.વિશાળ સંત સમાગમમાં પધારેલ તમામ ભક્તજનો માટે ભોજન વ્યવસ્થા,મેડિકલ સુવિધા,પાર્કિંગ અને અન્ય વ્યવસ્થા સુચારૂ રીતે ચલાવવામાં આવી હતી જેમાં સ્થાનિક વહીવટીતંત્રનો સંપૂર્ણ સહકાર હતો.
કાર્યક્રમના ચોથા દિવસે વિશાળ સંત સમાગમનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યાર પહેલા ત્રણ દિવસીય ‘નિરંકારી યુથ સિમ્પોજિયમ’નું આયોજન કરવામાં આવ્યું હતું,જેમાં યુવાનોને આધ્યાત્મિકતા અને સકારાત્મક ઉર્જા સાથે જોડાવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા.આ વિશેષ સત્રમાં રમતગમત,સાંસ્કૃતિક કાર્યક્રમો અને છ તત્વો પર આધારિત મંથન દ્વારા યુવાનોએ નવી દિશા મેળવી હતી.સમાપન દિવસે ઉદયપુરના મહારાજ કુમાર લક્ષ્યરાજસિંહ મેવાડે પણ સતગુરૂ માતા સુદીક્ષાજી મહારાજનું સ્વાગત કરી આશીર્વાદ મેળવ્યા હતા.આ સમાગમમાં માત્ર એક આધ્યાત્મિક મિલન જ નહીં પરંતુ સેવા-સમર્પણ અને પ્રેમની ભાવનાથી ઓત-પ્રોત એક દિવ્ય સંગમ હતો જેણે દરેક હૃદયને આનંદ અને આધ્યાત્મિક શાંતિથી ભરી દીધું હતું.ભક્તોએ સતગુરૂના આશીર્વાદથી આ અમૂલ્ય તકનો પૂરો લાભ લઇ જીવનને સરળ અને સાર્થક બનાવવાની પ્રેરણા પ્રાપ્ત કરી.
રીપોર્ટઃવિનોદભાઇ માછી નિરંકારી
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300