વિધાનસભામાં ગૌમાતા રાજ્યમાતા પ્રસ્તાવ સર્વાનુમતે પારિત કરો

વિધાનસભામાં ગૌમાતા રાજ્યમાતા પ્રસ્તાવ સર્વાનુમતે પારિત કરો
ગાંધીનગર : ગૌમાતા રાષ્ટ્રમાતા પ્રતિષ્ઠા આંદોલન હેઠળ સમગ્ર ભારતમાં ગોધ્વજ પ્રતિષ્ઠા યાત્રા અંતર્ગત ૧૬/૧૧/૨૪ રોજ ગુજરાતમાં અમદાવાદ ખાતે સોલા વિદ્યાપીઠ મુકામે જ્યોતિષ્પીઠ શંકરાચાર્યના વરદ હસ્તે ગોધ્વજ સ્થાપના થયેલી. કાર્યક્રમ માં વિવિધ પક્ષના વિધાયક, સાંસદ, ગણમાન્ય નાગરિકો પણ હાજર રહેલા, જેમાં એકી સાથે ગોમાતાને રાજ્યમાતા તરીકે ઘોષિત કરવા વિવિધ પક્ષના નેતાઓ દ્વારા સ્વર ઊઠેલો. એ પ્રસ્તાવ બજેટ સત્રમાં લાવવામાં આવશે એવું આશ્વાસન પણ અપાયેલું. મહત્વપૂર્ણ બાબત એ છે કે ગુજરાતમાં સંપૂર્ણ ગોવંશ હત્યા બંદી કાયદો છે જ. હિન્દુની આસ્થાનું પ્રતીક અને સનાતન વૈદિક ધર્મ જેને વિશ્વ ની માતા તરીકે ઓળખાવે છે એ ગાયની નિર્મમ હત્યા આજે પણ સ્વતંત્ર ભારત માં ચાલુ જ છે.
ગોમાતા રાષ્ટ્રમાતા પ્રતિષ્ઠા આંદોલન દરમ્યાન જ મહારાષ્ટ્ર ગાયને રાજ્યમાતા બનાવવાળું ભારતનું પહેલવહેલું રાજ્ય બન્યું. જો આજ ક્રમમાં ભારતના બધા રાજ્ય અથવા બહુમત રાજ્ય આ રીતે પ્રસ્તાવ પારિત કરે તો ગોમાતા ટૂંક જ સમય માં રાષ્ટ્રમાતા તરીકે પ્રતિષ્ઠા પામે. વિશ્વમાતા તરીકે ખ્યાત ગોમાતા રાષ્ટ્રમાતા રૂપે પ્રતિષ્ઠિત થાય એમાં ભારત ના દરેક ધર્મના લોકોની મંજૂરી છે. હિન્દુઓ ની આ માંગ ને બાકીના ધર્મ નું સમર્થન છે જ. તો આવી ધાર્મિક ભાવનાને સમજી વહેલામાં વહેલી તકે ગુજરાત પણ ગાયને રાજ્યમાતાનું પદ આપી ગાયની સુરક્ષા, પાલન, સંવર્ધન ના માર્ગ પર કટિબદ્ધ થાય.
સંતો, મહંતો, ગોભકતો વતી ગુજરાતના તમામ ધારા સભ્યોને આગામી વિધાન સભા સત્રમાં કોઈ પણ પક્ષ કે ધારાસભ્ય ગોમાતાને રાજ્યમાતા બનાવવા ખરડો રજૂ કરે તો તમામ ધારાસભ્યો એ પક્ષ, વિપક્ષના ભેદભાવ ભૂલીને એક સાચા ગોભકત તરીકે ગોમાતા ને રાજ્યમાતા ઘોષિત કરવા એક સ્વર થી સંપૂર્ણ સમર્થન જાહેર કરશે એવો અમને વિશ્વાસ છે. તે માટે તેમને તમામ હિન્દુઓ વતી અપીલ કરવામાં આવેલ છે.
જો ભારત સરકાર દ્વારા 16 માર્ચ સુધી આ આંદોલન અંતર્ગત ગોમાતા ને રાષ્ટ્રમાતા જાહેર કરવાના કોઈ ઠોસ પગલાં નહિ લેવાય તો 17 માર્ચે દિલ્લી ના રામલીલા મેદાન થી જ્યોતિષપીઠ શંકરાચાર્ય સ્વામિશ્રી અવિમુકતેશ્વરાનંદ સરસ્વતીજી ના અગવાની માં એક રાષ્ટ્રવ્યાપી આંદોલન નો શંખ ફૂંકાશે.
ગાંધીનગર ખાતે યોજવામાં આવેલ આ પત્રકાર વાર્તા સંત શ્રી અવધૂત રામાયણીની આગેવાનીમાં યોજાઈ જેમાં ગોસેવાલયના ગુજરાત રાજ્યના અધ્યક્ષ ગોભકત કાલિદાસ બાપુ, ડૉ સ્વામી ગૌરાંગશરણ દેવાચાર્ય, પરમ ધર્મસંસદના પ્રવક્તા શ્રી કિશોર શાસ્ત્રી, જ્યોતિષપીઠના પ્રવક્તા ડૉ ગાર્ગી પંડિત, ધર્માંસદ શ્રી કન્હૈયાલાલ પંડ્યા, વરિષ્ઠ ગૌ-ભક્ત હસુભાઈ ઠાકર, મહંત ધર્મદાસબાપુ, ગૌ રક્ષક ભરવાડ ભરતભાઈ કાંતિભાઈ ગાગડ, રવિરાજસિંહ ભુપેન્દ્રસિંહ વધેલા
આદિ ઉપસ્થિત રહ્યા હતા.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300