સમી માધ્યમિક શાળા દ્વારા વિદ્યાર્થી વિદાય તેમજ આચાર્ય સત્કાર સમારોહ યોજાયો…

સમી માધ્યમિક શાળા દ્વારા વિદ્યાર્થી વિદાય તેમજ આચાર્ય સત્કાર સમારોહ યોજાયો…
વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્યની શુભકામના પાઠવી,વિદ્યાર્થીઓને વિદાય આપવામાં આવી..
પાટણ જિલ્લાના સમી ખાતે આવેલ સમી ની પ્રખ્યાત સમી માધ્યમિક શાળા માં શાળા શિક્ષક ગણ દ્વારા ધોરણ 10 વિદ્યાર્થીઓને તેમના ઉજ્જવળ ભવિષ્યની શુભકામના પાઠવી વિદ્યાર્થીઓને વિદાય આપવામાં આવી હતી.આ પ્રસંગે શાળામાં નવ નિયુક્ત આચાર્યનો સત્કાર સમારોહ પણ યોજાયો હતો.
સ્વામી વિવેકાનંદ ખાદી ગ્રામોદ્યોગ સંઘ સંચાલિત સમી માધ્યમિક શાળાના નવીન આચાર્યનો સત્કાર સમારોહ, વય નિવૃત્ત થયેલ આચાર્ય તથા શિક્ષકનો વિદાય તથા શિક્ષકમાંથી આચાર્ય તરીકે નવી નિમણુક પામેલ શિક્ષક નો શુભેરછા સમારોહ યોજવામાં આવેલ આ પ્રસંગે સ્વામી વિવેકાનંદ ખાદી ગ્રામોધયોગ ટ્રસ્ટના પ્રમુખ ગીતાબેન સચદે, સમી તાલુકા પંચાયત પ્રમુખ સંજયભાઈ દવે , ડો સંજયભાઈ ઠક્કર , ડો ભરતભાઈ ચૌધરી,જાણીતા ગૌ ભક્ત લાભશંકરદાદા, શૈલેષ ભાઈ ઠક્કર, ,જાણીતા શિક્ષણ વિદ કનુભાઈ જાની, પચાનભાઈ માસ્તર,હનીફભાઇ સૈયદ, સહિત ના અગ્રણી મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટ. અનિલ રામાનુજ પાટણ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300