બોડકદેવના કોમ્યુનિટી હોલમાં ઘાસની લોનના બદલે ઉજ્જડ મેદાન…

બોડકદેવના કોમ્યુનિટી હોલમાં ઘાસની લોનના બદલે ઉજ્જડ મેદાન…
Spread the love

બોડકદેવના કોમ્યુનિટી હોલમાં ઘાસની લોનના બદલે ઉજ્જડ મેદાન…

– મ્યુનિશિપાલિટીના કોમ્યુનિટી હોલમાં સવલતોનો અભાવ

– વપરાશકર્તાએ મેટ પાથરવા મોટી રકમ ચુકવવી પડે છે

– અમદાવાદ મ્યુનિસિપાલીટી દ્વારા શહેરમાં આવેલા અનેક કોમ્યુનિટી હોલ વિસ્તાર મુજબ ભાડુ વસુલીને નાગરિકોને તેમના પ્રસંગો માટે અપાય છે પણ કેટલાક સેન્ટરોમાં મૂળ સવલતો માટે પણ પૈસા ખર્ચવા પડે છે

અમદાવાદ : અમદાવાદમાં મ્યુનિસિપાલીટી સંચાલિત કોમ્યુનિટી હોલ આવેલા છે. સામાન્ય નાગરિકોને તેમના લગ્ન કે અને પ્રસંગો તથા બેસણા જેવા આયોજનો માટે વાજબી ભાવે આ હોલ આપવામાં આવે છે. સામાન્ય રીતે મોટા ભાગના આવા હોલ્સની સાથે એક વિશાળ ખુલ્લી જગ્યા હોય છે કે જ્યાં ઘાસની લોન લોકોને ખાનગી પાર્ટી પ્લોટનો અનુભવ કરાવતા હોય છે પરંતુ બોડકદેવમાં આવેલા બોડકદેવ ઉડા ગાર્ડન પાર્ટી પ્લોટમાં ગાર્ડનના નામે ઉજ્જડ મેદાન છે. તંત્ર દ્વારા આ સ્થળ માટે નિર્ધારિત ભાડુ ચોક્કસ લેવાય છે પરંતુ વપરાશ કર્તાએ ગાર્ડનમાં ઘાસને બદલે માટી-રેતીને જોઈને તેની લાજ બચાવવા તેના પર મેટ પાથરવા મોટી રકમ ખર્ચવાનો વારો આવે છે. આની સામે અનેક વખત વપરાશ કર્તાઓ જે-તે સબંધિતો સમક્ષ રજૂઆત કરે છે પરંતુ આમાં કંઈ ન કરી શકાય એવો ઉડાઉ જવાબ સ્થાનિક વહિવટકારો દ્વારા આપવામાં આવે છે.

બોડકદેવ ગાર્ડન પાર્ટી પ્લોટનું શું છે ભાડું

બોડકદેવ ગાર્ડન પાર્ટી પ્લોટનું ભાડુ 30000 રુપિયા છે. આ પ્લોટ બુક કરાવવા માટે યોગ્ય મુદત પહેલાં ભાડું તેમજ ડિપોઝિટની રકમ જમા કરાવવાની હોય છે. ડિપોઝિટ પેટે પણ 30000 રુપિયા આપવાના હોય છે. આ બાદ અહીં લાઈટ માટે જરેટર અનિવાર્ય હોઈ વપરાશ કર્તાએ તેના પેટે દસથી પંદર હજાર રુપિયા ચુકવવાના આવે છે. આ ઉપરાંત ડેકોરેશન પાછળ પણ જેતે કોન્ટ્રાક્ટર ઓછામાં ઓછા એક લાખ રુપિયાથી શરૂ કરીને ત્રણ લાખ રુપિયા સુદીની રકમ વસુલતા હોય છે.

ગાર્ડન પાર્ટી પ્લોટ કે રણ

બોડકદેવ ગાર્ડન પાર્ટી પ્લોટનો ઉપયોગ કરનારા એક વપરાશકર્તાના અનુસાર પાર્ટી પ્લોટ બુક કરાવ્યા બાદ અમને ખબર પડી કે અહીં ગાર્ડન જેવું કંઈ છે જ નહી. ગાર્ડનની જગ્યાએ માટી અને રેતી છે. આના લીધે તેમણે જગ્યાનો સારી રીતે ઉપયોગ કરી શકાય તે માટે જમીન પર પાથરણા (ગ્રીન કે રેડ કાર્પેટ) પથરાવાની ફરજ પડી હતી જે પણ ત્યાંના કરારબદ્ધ ડેકોરેટર્સ પાસેથી જ ભાડે લેવા પડ્યા અને તે પેટે તેમણે મોટી રકમ ચુકવવી પડી હતી. સામન્ય રીતે કોર્પોરેશન ના આ પાર્ટી પ્લોટ સિવાયના મોટા ભાગના પાર્ટી પ્લોટમાં ગાર્ડનમાં સારી રીતે જાળવણી કરાયેલું ઘાસ હોય છે જેથી વપરાશ કર્તાને આ પ્લોટમાં શહેરના જાણીતા પાર્ટી પ્લોટ જેવો અનુભવ થાય છે. અને પાથરણાનો ખોટો ખર્ચ પણ બચી જાય છે.

થલતેજનો પાર્ટી પ્લોટ ગાર્ડનથી સજ્જ

પાર્ટી પ્લોટની સરખાણી કરવામાં આવે તો થલતેજ પાર્ટી પ્લોટ જે સિંધુભવન રોડ પર આવેલો છે જે સારી રીતે મેઈનટેનઈન કરાયેલો છે અને ખૂબ જ સગવડ વાળો તથા આખા બગીચામાં લોન છે. આ બગીચાનું ભાડું 70,000 અને 70000 ડિપોઝિટ તથા 1000 સફાઈના અને 20 રૂપિયા ફોર્મના છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના કોમ્યુનિટી હોલના ભાડા વિસ્તાર મુજબ નક્કી કરાતા હોય છે તેથી થલતેજનું ભાડું વધુ છે અને પ્લોટ બોડકદેવની સરખામણીએ વધુ સવલતો સારી છે.

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!