ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી અંગેનું આયોજન

ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી અંગેનું આયોજન
Spread the love

ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી અંગેનું આયોજન

તા.૦૯ માર્ચ સુધી ખેડૂતોની ગ્રામ્યકક્ષાએ ઈ-ગ્રામ કેન્દ્રો ખાતે VCE મારફતે ઓનલાઇન નોંધણી નાફેડના ઈ-સમૃધ્ધિ પોર્ટલ પર કરાશે

જૂનાગઢ : ગુજરાતના ખેડૂતોના આર્થિક રક્ષણ માટે તેમના ઉત્પાદનોના પોષણક્ષમ ભાવ મળી રહે તેવા હેતુથી, વર્ષ ૨૦૨૪-૨૫માં ચણા અને રાયડાની ટેકાના ભાવથી ખરીદવાનું આયોજન રાજ્ય સરકારશ્રી મારફત કરવામાં આવેલ છે. ભારત સરકારશ્રીએ વર્ષ ૨૦૨૪-૨૫ માટે ચણા પાક માટે રૂ. ૫૬૫૦ પ્રતિ ક્વિન્ટલ અને રાયડાની પાક માટે રૂ.૫૯૫૦ પ્રતિ ક્વિન્ટલ ટેકાનો ભાવ જાહેર કરવામાં આવેલ છે. ટેકાના ભાવ કરતા બજારભાવ નીચા જાય ત્યારે ભારત સરકારશ્રીની પીએમ આશા (પ્રધાનમંત્રી અન્નદાતા આય સંરક્ષણ અભિયાન) યોજના અંતર્ગત પીએસએસ હેઠળ રાજયમાં ચણા અને રાયડા પાકની ટેકાના ભાવે ખરીદી કરવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે.
રાજ્યના તમામ જિલ્લાઓમાં ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી કરવા તા.૧૮.૦૨.૨૫ થી તા.૦૯.૦૩.૨૦૨પ (દિન-૨૦) સુધી ખેડૂતોની ગ્રામ્યકક્ષાએ ઈ-ગ્રામ કેન્દ્રો ખાતે VCE મારફતે ઓનલાઇન નોંધણી નાફેડના ઈ-સમૃધ્ધિ પોર્ટલ પર કરવામાં આવશે. રાજ્યના ચણા અને રાયડો પકવતાં ખેડુતભાઈઓએ લાભ લેવા અનુરોધ છે.
વાવેતર વિસ્તાર અને ઉત્પાદનને ધ્યાને રાખીને રાજ્યમાં ચણા માટે ૨૦૬ અને રાયડા માટે ૨૦૬ ખરીદ કેન્દ્રોએથી તા.૨૫.0૨.૨૦૨૫ના રોજથી ખરીદી કરવાનું સુચિત છે. રાજ્ય સરકાર દ્વારા ચણા અને રાયડા પાકની ખેડુતો પાસેથી પુરતા પ્રમાણમાં ખરીદી કરવામાં આવશે અને તે માટે સરકારશ્રીએ તમામ આગોતરૂ આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

રિપોર્ટ : અનિષ ગૌદાણા
(આસી.એડિટર)
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
સાથે વિવેક ગૌદાણા (માંગરોળ)

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!