સૌરાષ્ટ્ર યુનિવર્સિટી શૈક્ષણિક કર્મચારીઓની ગ્રાહક અને ધીરાણ સહકારી મંડળીની સાધારણ સભા યોજાશે

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી શૈક્ષણિક કર્મચારીઓની ગ્રાહક અને ધીરાણ સહકારી મંડળીની સાધારણ સભા યોજાશે
Spread the love

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી શૈક્ષણિક કર્મચારીઓની ગ્રાહક અને ધીરાણ સહકારી મંડળીની ખાસ સાધારણ સભા ગુરુવારે યોજાશે

કુલપતિ પ્રોફે. ઉત્પલ એસ . જોશી અને રા. લૉ. સહકારી ખરીદ વેચાણ સંઘના ચેરમેન શ્રી નરેન્દ્રસિંહ જાડેજાની પ્રેરક ઉપસ્થિતિ………..

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એલ્યુમનાઈ અને ફીઝીકસ ભવનના ભૂતપૂર્વ વિદ્યાર્થી પ્રોફે. ઉત્પલ એસ. જોશીનું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિશ્રી પદ પર નિયુક્ત થવા બદલ અભિવાદન કરવામાં આવશે………..

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિશ્રી પ્રોફે ઉત્પલ એસ. જોશીના અધ્યક્ષસ્થાને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી શૈક્ષણિક કર્મચારીઓની ગ્રાહક અને ધીરાણ સહકારી મંડળીની ખાસ સાધારણ સભા ગુરૂવાર, તા. ૨૭/૦૨/૨૦૨૫ ના રોજ સાંજે ૪.૩૦ કલાકે ગુજરાતી ભવનનાં સેમિનાર હોલમાં મળશે. આ પ્રસંગે શ્રી રાજકોટ લોધિકા સહકારી ખરીદ વેચાણ સંઘ લિ.ના અધ્યક્ષ અને વરિષ્ઠ પત્રકાર શ્રી નરેન્દ્રસિંહ જાડેજા મુખ્ય મેહમાન પદે ઉપસ્થિત રહેશે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી શૈક્ષણિક કર્મચારીઓની ગ્રાહક અને ધિરાણ સહકારી મંડળીની ખાસ સાધારણ સભામાં સભાસદોને આપવામાં આવતી મહત્તમ ૩૦ લાખની લોનની મર્યાદા વધારીને મહત્તમ લોન ૬૦ લાખની કરવા તેમજ ફરજિયાત બચતની રકમમાં વધારો કરવા સહિતના નિર્યણ લેવામાં આવશે.
ગુરૂવાર, તા. ૨૭-૦૨-૨૦૨૫ ના રોજ યોજાનાર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી શૈક્ષણિક કર્મચારીઓની ગ્રાહક અને ધિરાણ સહકારી મંડળીની ખાસ સાધારણ સભા યોજાશે. સાથોસાથ આ જ યુનિવર્સિટીના એલ્યુમનાઈ અને ફીઝીકસ ભવનના ભૂતપૂર્વ વિદ્યાર્થી પ્રોફે. ઉત્પલ એસ. જોશીનું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિશ્રીના પદ પર નિયુક્ત થવા બદલ ગરિમાપૂર્ણ અભિવાદન કરવામાં આવશે.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અધ્યાપકોની સહકારી મંડળીના પ્રમુખ પ્રો.જયદીપસિંહ ડોડીયા, ઉપપ્રમુખ પ્રો. જે. એ. ભાલોડિયા, મંત્રી પ્રો. વી.જે. કનેરીયા, સહમંત્રી ડો.યોગેશ જોગસણ, ખજાનચી ડો. રંજનબેન ખૂંટ, કારોબારી સભ્યો – પ્રો. સંજય ભાયાણી, પ્રો.આર. બી. ઝાલા, પ્રો.અતુલભાઈ ગોસાઈ, પ્રો.નિકેશ શાહ, ડો. રેખાબા જાડેજા, ડો. મનીષ શાહ, ડો.અશ્વિનભાઈ સોલંકી અને ડો.ભરતભાઈ ખેર જહેમત ઉઠાવી રહ્યા છે.

રિપોર્ટ : અનિષ ગૌદાણા
(આસી.એડિટર)
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
સાથે વિવેક ગૌદાણા (માંગરોળ)

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!