અમદાવાદ : સદવિચાર મિત્ર મંડળ દ્વારા બે દિવસીય ધાર્મિક પ્રવાસ યોજાયો

અમદાવાદ : સદવિચાર મિત્ર મંડળ દ્વારા બે દિવસીય ધાર્મિક પ્રવાસ યોજાયો
Spread the love

અમદાવાદ : સદવિચાર મિત્ર મંડળ દ્વારા બે દિવસીય ધાર્મિક પ્રવાસ યોજાયો

સન ૨૦૧૨ થી શરૂ થયેલ અને ચંદ્રશેખર આઝાદ ગાર્ડન, આંબાવાડી, અમદાવાદ માં આજ દિન સુધી અવિરત શનિસભાનું આયોજન કરતી ગુજરાતી સાહિત્યના રસિકોની સંસ્થા સદવિચાર મિત્ર મંડળ દ્વારા એક રાત્રિ બે દિવસીય નાના અંબાજી (ગીયોડ, ચિલોડા), શામળાજી, શ્રીનાથજી તથા કાંકરોલી ધાર્મિક પ્રવાસનું તા૧૭+૧૮-૨-૨૫ નાં રોજ કરવામાં આવેલ.
વરિષ્ઠ નાગરિકો હોવાથી 2×2 AC વોલ્વો કોચ સાથે શ્રીનાથજી માં લકઝરી હોટલમાં સુવિધાયુક્ત ટ્વિન શેરિંગ ડબલ બેડ રૂમ્સ તેમજ સાત્વિક ભોજન મળી રહે તે હેતુથી કેટરર સાથેની ટુરનું આયોજન કરવામાં આવેલ.


અંબા માતાના મંદિરે આરતી, શામળાજી ખાતે રાજભોગ આરતી, દર્શન શ્રીનાથજીમાં મંગળા તેમજ શૃંગાર ના દર્શન તથા કાંકરોળી માં રાજભોગ દર્શન તથા આરતીનો સુંદર લાભ મળ્યો.
મંદિરોમાં દર્શન ની સુંદર આગોતરી વ્યવસ્થા કમિટી દ્વારા કરવાના આવેલ.
પ્રવાસ દરમ્યાન સભ્યોએ એકબીજાનો ગાઢ પરિચય મેળવ્યો અને ખુબજ આત્મીયતા કેળવી.
પ્રવાસના સંસ્મરણો સ્મરણપટમાં ચિરંજીવ રહે એટલી ખુશી અને આનંદ મેળવ્યો.

રિપોર્ટ : ભરતકુમાર શાહ સાથે સિધ્ધાર્થ જાડાવાળા

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!